ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કરીના 'બિગ બોસ 5'માં

IFM

ટેલીવિઝનનો લોકપ્રિય રિયલિટી શો 'બિગ બોસ'ના આગામી સંસ્કરણ 'બિગ બોસ 5'માં બોલીવુડની સાઈઝ ઝીરો કરીના કપૂર જોવા મળવાની છે.

વિચારમાં ન પડી જશો, કરીના બિગ બોસના ઘરની સભ્ય તરીકે નહી પરંતુ પોતાની આગામી ફિલ્મ 'બોડીગાર્ડ'ના પ્રચાર માટે બિગ બોસના ઘરમાં હાજરી આપશે.

તાજેતરમાં જ કરીના એ 'બોડીગાર્ડ'ના પ્રમોશન માટે આ શૂટિંગ કર્યુ. આ શો ખાસ કરીને 'બિગ બોસ'ની શરૂઆતમાં બતાડવામાં આવશે.

'બિગ બોસ'ના આ ખાસ શૂટમાં કરીનાની સાથે સલમાન ખાન અને સંજય દત્ત પણ જોવા મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા કેટરીના કેફ પણ 'બોગ બોસ-4'માં પોતાની ફિલ્મ 'તીસ માર ખાન'નું પ્રમોશન કરી ચૂકી છે.

એ વાત પણ જાણી લો કે આ વર્ષે 'બોગ બોસ 5'ની મેજબાની સંજય દત્ત અને સલમાન ખાનની જોડી કરશે.