કેટરીના બની મધુબાલા
IFM |
બોલીવુડની વિદેશી હસીના કેટરીના કેફ હવે વીતેલા સમયની દિલકશ અને સુંદર અભિનેત્રી મધુબાલાના પાત્રને ફરી જીવંત કરવા જઈ રહી છે. એવુ સાંભળવા મળ્યુ છે કે કેટરીના યશરાજ ફિલ્મની આગામી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં મધુબાલા જેવી લાગશે.
આ ફિલ્મમાં કેટરીના સાથે ઈમરાન ખાન અને અલી જફર મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.
કેટરીના ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં એક ખાસ ગીતમાં મધુબાલા જેવી લાગશે, જેને દિવંગત અભિનેત્રીની શ્રદ્ધાંજલિના રૂપમાં જોવામાં આવશે.
ફિલ્મમાં આ ગીત ત્યારે બતાવવામાં આવ્યુ છે જ્યારે કેટરીના રોડ કિનારે એક ઢાબામાં મધુબાલાનુ એક પોસ્ટર જુએ છે અને અચાનક તેના જેવી જ થઈ જાય છે મતલબ મધુબાલા બનીને ગીત ગાશે અને નાચશે.
આ પહેલા એવા પણ સમાચાર સાંભળવા મળ્યા છે કે કેટરીના અનુરાગ બસુની કિશોર કુમાર પર બનનારી ફિલ્મમાં મધુબાલાનુ પાત્ર ભજવશે.
