ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|

બજેટ અર્થવ્યવસ્થા માટે ઘાતક-રૂપેશ શાહ

બજેટનું દૂરગામી પરિણામ દેશની આર્થિક સ્થિતિ માટે નુકશાનકારક હશે

PTIPTI

ચુંટણી પહેલાં રજુ કરવામાં આવેલ આ બજેટમાં ઘણાં લોકોને લોભાવનારા પ્રલોભનો છે પરંતુ બજેટનું દૂરગામી પરિણામ નુકશાનકારક હશે. આ બજેટની અંદર નોકરી કરતી વ્યક્તિને આવકની દ્રષ્ટિએ સારી એવી છુટ આપવામાં આવી છે. મોંઘવારી વધવાને કારણે આ છુટ નોકરી કરતી વ્યક્તિને ઘણી રાહત પ્રદાન કરશે. સર્વિસ ટેક્સનો સ્લેવ પણ આઠ લાખથી વધારીને દસ લાખ કરી દેવાયો છે. પરંતુ કંપનીઓના હિસાબે આ બજેટ સારૂ નથી.

કંપની પર લગાવવામાં આવતા કરના દરમાં કોઈ પણ રીતનું પરિવર્તન કરવામાં આવ્યું નથી. આની સાથે જ રીયલ સ્ટેટ અને કેપિટલ માર્કેટ માટે પણ આ બજેટ ખરાબ છે. લોકોનું માનવું હતું કે રિયલ સ્ટેટની અંદર પારદર્શિતા લાવવા માટે આ બજેટની અંદર થોડાક કડક પગલાં લેવાશે પરંતુ આવું કઈ જ થયું નહિ. કોઈ પણ રીતની રેગ્યુલેટરી બોડી નથી બનાવવામાં આવી. શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર કરના દર વધારવાથી કાળાબજાર પર થોડીક રોક લાગશે પરંતુ બધા જ જાણે છે રિયલ સ્ટેટ માર્કેટ વ્હાઈટ ઓછો અને ગ્રે વધારે હોય છે. આની સાથે જ સ્ટોક માર્કેટ પર નિયંત્રણ કરવા માટે પણ કોઈ ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.
W.DW.D

જ્યાં સુધી મોંઘવારી પર નિયંત્રણની વાત છે એક્સાઈઝ ડ્યુટીમાં ઉણપ બાદ કામચલાઉ મોંઘાવરી પર થોડુક નિયંત્રણ હશે પરંતુ જો લાંબા સમય માટે જોવામાં આવે તો મોંઘવારી સતત વધતી રહેશે. કિસાનોને વ્યાજ પાછુ આપવામાં આવેલ છે તેમાં પણ મોંઘવારી વધશે કેમકે આ વ્યાજના માફીનો ભાર બેંકો પર આવી રહ્યો છે. આ કારણે બેંકોનાં વ્યાજદર વધારે ઓછો નહી કરી શકે. ત્યાં જ બીજી બાજુ આર્થિક મંદીને લીધે અમેરીકા અને લંડનની બેંકો પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે. તેને કારણે વિદેશી પૂંજી રોકાણકાર ત્યાંથી લોન લઈને આપણાં બજારમાં લગાવશે અને અહીંયાથી ફાયદો ઉઠાવીને લઈ જશે. પરિણામ સ્વરૂપે મોંઘવારીમાં વધારો થશે. આમ પણ ખેડુતોને આપવામાં આવેલ માફીનો ભાર સામાન્ય માણસ પર જ આવવાનો છે. અને આનાથી આપવામાં આવેલ માફીને કારણે ઈમાનદાર ખેડુતને જ નુકશાન થશે અને તે પણ આવું જ વિચારશે કે અત્યારે વ્યાજ લઈ લઈએ છીએ અને આવતાં બજેટમાં તે દેવું માફ થઈ જશે. આ રીતની વિચારસરણી દેશની પ્રગતિ માટે ખુબ જ ઘાતક રહે છે.

આની સાથે જ બેંકોનાં ઈંટ્રા ટ્રાંજેક્શન પર લાગનાર ઓછીથી ઓછી કિંમત દૂર થવાને કારણે કાળાબજારનું પ્રમાણ વધી જશે. લોકો ખુબ જ સરળતાથી કાળા બજારનું ધન એકમાંથી બીજી બેંકમાં ટ્રાંસફર કરશે. આ કિંમત દ્વારા તે માલુમ પડી જતુ હતું કે વ્યક્તિ એકમાંથી કેટલો પૈસા બીજી બેંકમાં અને કેટલી વખત ટ્રાંસફર કરી રહ્યાં છે. આમ તો લેવડ-દેવડમાં પેનકાર્ડને જરૂરી કર્યા બાદ વ્હાઈટ અને બ્લેક મનીના ચક્કરમાં થોડીક કમી આવી શકે છે. કમેડીટી ટેક્સ લગાવીને નાણાંમંત્રીએ સરકારી ખજાનાને વધારવાની એક સારી રીત અજમાવી છે.

બધુ મેળવીને આ બજેટ પોલીટકલી ખુબ જ સ્ટ્રોંગ પરંતુ ઈકોનોમીકલી ખુબ જ વીક છે. અમે એક મજબુત બજેટની આશા રાખી રહ્યાં હતાં પરંતુ આ બજેટને જોતા લાગી રહ્યું છે કે આ વોટ બેંકનું બજેટ છે જે પાર્ટીને મજબુત કરશે પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાને આનાથી ખાસ ફાયદો નહી થાય.

(ગુજરાતી લેક રૂપેશ શાહ હાલ મુંબઇની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સી.એના પદ પર કાર્યરત છે.)