શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (13:58 IST)

આવકવેરામાં પાયાના ફેરફારો

અમદાવાદ(એજન્સી) ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે વર્ષ 2008-09ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં ઘટાડો કરીને ઓછી તથા મધ્યમ આવક વાળા લોકોને રાહત આપી છે. જેમાં દોઢલાખ સુધીની વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે.

મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તેમની વાર્ષિક આવક 1.80 લાખ હોય ત્યાં સુધી તે ટેક્સ ભરવાપાત્ર નથી. એટલે કે, વાર્ષિક 1.80 લાખની આવક ધરાવતી મહિલાઓને ઈન્કમટેક્સ નહીં ભરવો પડે. ઉપરાંત 2.25 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં વૃદ્ધોને હવેથી ટેક્સ નહીં ભરવો પડે તેવો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ કેટેગરીમાં આવતાં લોકોને 4000 રૂપિયાનો ફાયદો થશે.

તદ્ ઉપરાંત પાંચ લાખથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ઈન્કમટેક્સ ભરવો પડશે. જ્યારે દોઢલાખથી ત્રણ લાખ વચ્ચે આવક ધરાવતાં લોકોને દસ ટકા જેટલો ઈન્કમટેક્સ ભરવો પડશે.