ઉદ્યોગ જગતની નિરાશાજનક પ્રતિક્રિયાઓ
નવી દિલ્હી(ભાષા) ભારતીય ઉદ્યોગ જગત થી જોડાયેલી હસ્તિઓને બજેટ પર નિરાશાજનક મળતી ઝુલતી પ્રતિક્રિયાઓ જાહેર કરી હતી. તેમાંથી મોટાભાગને બજેટનું સ્વાગત કર્યું હતું, અને તેમાં ઘણા ઉદ્યોગપતિઓએ નાણાપ્રધાનને સલાહ પણ આપી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના અધ્યક્ષ શ્રી સુનીલ મિત્તલે કહ્યું હતું કે, બજેટ ધાર્યા મુજબ જ ચૂંટણીલક્ષી છે, પણ તેમાં એક વાત થી અમે લોકો નારાશ થયા છીએ કે, કોર્પોરેટેડ ટેક્ષને બદલવામાં નથી આવ્યા. જ્યારે કોર્પોરેટેડ ટેક્ષને નથી બદલ્યા તે ખૂબજ સારૂ છે. અને ટુકા ગાળાના કેપિટલ ટુંકા ગાળા માટે રાખવાથી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે તે પણ સારૂ કહેવાય તેવું કોટક મહિન્દ્રા બેંકના મેનેજીંગ ડાયરેકટર યુદય કોટકે કહ્યું હતું. જેએસડબલ્યુના એમડી અને વાઇસ પ્રેસીડંટ ઉદ્યોગપતિ સજ્જન જિન્દાલ કહે છે કે, આ ચૂંટણીલક્ષી સામાન્ય બજેટ છે અને નાણાપ્રધાને કોર્પોરેટેડ ટેક્ષમાં કોઇ દખલગીરી નથી કરી, જેની અમને ખબર હતી. આ બજેટમાં મુખ્ય જોર સામાન્ય લોકો એટલે કે ખેડુતોને આપ્યું છે. ભારતના સૌથી મોટા બહુભાષી ઇંટરનેટ પોર્ટલ વેબદુનિયા.કોમના અધ્યક્ષ અને સીઓઓ શ્રી પંકજ જૈને બજેટ પર પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું છે કે, જ્યારે ઇંટરનેટ આધારિત એક લાખ સામાન્ય સર્વિસ સેંટર્સ (સીએસસી) અને સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક્સ(સ્વાન) આઇટીના લાભોને સામાન્ય લોકો સુધી પહોચાડવામાં એક મોટી ભૂમિકા નિભાવશે પરંતુ એક અબજ જનસંખ્યાવાળા આ દેશમાં ટેકનોલોજી વંચિત લોકોના માટે આ સંખ્યા પણ નગણ્ય થશે. એટલા માટે આઇટીનો પહોંચ મોટી સંખ્યામાં લોકો સુધી પહોચાડવા માટે આ પ્રકારના પ્રયત્નોમાં 5 %નો વધારો કરવો પડશે.