1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2026
  4. budget 2026 gold price cut sgb return digital gold gst relief

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

Gold
સોનુ ભારતીયો માટે ફક્ત એક જ્વેલરી નથી પણ બચતની એક ખાસ રીત છે. પણ વધતી કિમંતોથી લોકો સોનુ ઓછુ ખરીદી રહ્યા છે. આવામાં આવનારા યૂનિયન બજેટ 2026-27 એ લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્શે જે સોનુ ખરીદવા માંગે છે કે પછી જેમની જ્વેલરી શૉપ છે. આ સમયે સોનાની કિમંત ખૂબ ઝડપથી ઉંચે જઈ રહી છે. 10 ગ્રામ 24 કેરેટ સોનુ આ સમયે 1.5-1.6 લાખ રૂપિયા પહોચી ગયુ છે. તેથી સામાન્ય લોકો અને જ્વેલર્સ સરકાર પાસે થોડી રાહતની આશા કરી રહ્યા છે.  
 
ગોલ્ડ ઈંડસ્ટ્રીના લોકો કહી રહ્યા છે કે બજેટમાં થોડો ખાસ ફેરફાર થવો જોઈએ જેથી ઘરમાં પડેલુ સોનુ કામ આવે. નિકાસ વધે અને જ્વેલરી સસ્તી થાય. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે બજેટમાં ટેક્સ નિયમોને સહેલા, ડિઝિટલ ગોલ્ડને પ્રોત્સાહન અને જ્વેલરી પર  GST ઓછુ કરવુ જોઈએ.  
 

સોનુ ફક્ત ઘરેણા નથી, બચત કરવાનો રસ્તો પણ 

 
બજારના માહિતગારો મુજબ સરકારે એ સ્પષ્ટ કરવુ જરૂરી છે કે તે સોનાની બચતના સાધન અને ઈન્વેસ્ટમેંટ બંનેના રૂપમાં જુએ. માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના ડાયરેક્ટર જશન અરોડા કહે છે કે સોના પર આયાત ચાર્જ અને ટેક્સમાં વારે ઘડીએ ફેરફારથી કિમંતો અચાનક વધી જાય છે. જો ટેક્સ નીતિ સ્થિર રહે તો સામાન્ય લોકોને ઝટકો નહી લાગે. 
 

શુ છે લોકોની મુખ્ય માંગ ?

 
SGB ને ફરીથી શરૂ કરવામાં આવે - પહેલા સૉવરેન ગોલ્ડ બૉંન્ડ્સ (SGB) સ્કીમ ચાલતી હતી. જેમા લોકો સોનામાં રોકાણ કરતા હતા અને સરકાર 2.5 વ્યાજ પણ આપતી હતી. ટેક્સમાં પણ ફાયદો હતો પણ 2024 થી આ બંધ થઈ ગયુ. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે તેને ફરીથી ચાલુ કરવામાં આવે. તેનાથી ઘરમાં પડેલુ સોનુ બેંકમાં આવશે. લોકો ફિઝિકલ સોનુ લીધા વગર રોકાણ કરી શક સહે અને સરકારને પણ ફાયદો થશે.  
 
ડિઝિટલ ગોલ્ડને પ્રોત્સાહન - એક્સપર્ટ્સ ઈચ્છે છે કે સરકાર ડિઝિટલ ગોલ્ડને પ્રમોટ કરે. જેવા જાગૃતતા અભિયાન ચલાવે કે ટેક્સમાં છૂટ આપે. તેનાથી ઘરનુ સોનુ બેકાર નહી પડે પણ અર્થવ્યવસ્થામાં આવશે. 
 
GST માં રાહત આપે - બધા જ્વેલરી પર 3% GST લાગે છે. ઑલ ઈંડિયા જેમ એંડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉંસિલ (GJC) કહી રહી છે કે તેને ઘટાડીને   1.25% કે 1.5%  કરી દે. તેનાથી જ્વેલરી સસ્તી થશે. મિડલ ક્લાસ અન ગામના લોકો વધુ ખરીદશે. કામકાજી કૈપિટલ પર પણ ઓછો દબાવ પડશે.  
 
ઈમ્પોર્ટ ડ્યુટીને ઘટાડવામાં આવે - સોનુ, ડાયમંડ અને જેમ્સના ઈમ્પોર્ટ પર ડ્યુટીને ઓછી કરવાની માંગ છે. તેનાથી જ્વેલરી સસ્તી થશે અને નિકાસ વધશે અને ભારત ગ્લોબલ લીડર બનશે.  
આગળનો લેખ
પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા