ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (16:45 IST)

Child Care-કાર્ટૂનની એવી 4 વાતો જે બાળકો પર નાખે છે ખોટું અસર

પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન કરવુ, રીડિંગ કરવુ કે બહાર રમવુ  વગેરે. પણ શું તમે જાણો છો કાર્ટૂન બાળકો પર ખોટા પ્રભાવ નાખી રહ્યુ છે. એક અભ્યાસ મુજબ કાર્ટૂન જોવાથી બાળકની કાલ્પનિક શકતિ પર ખૂબ ખરાબ અસર પડે છે. એ વાસ્તવિક જીવનથી દૂર થઈ જાય છે. તે સિવાય પણ એવા અનેક કારણ છે જે બાળક માટે યોગ્ય નથી. 
1. કાર્ટૂનની આવાજમાં વાત કરવી- આજકાલના બાળક તો કાર્ટૂનના એટલા દિવાના થઈ ગયા છે કે એ વાત કરવું પણ તેમની જ આવાજ અને અંદાજમાં પસંદ કરે છે. તેથી બાળક પર તેમની ભાષાની ખોટી અસર પડે છે. 
 
2. ખાવા-પીવાની ખોટી ટેવ- કેટલાક એવા બાળક હોય છે જે તેમની ટેવને ફૉલો કરે છે. ભલે એ ટેવ ખાવા-પીવાની કેમ ન હોય. જેમકે  chota bheem છોટા ભીમ લાડું ખાય છે. અને તેનાથી તેને દુશ્મનો સામે લડવાની તાકત આવી જાય છે. આ રીતે બાળક પણ લાડું ખાવાની જીદ કરે છે. પણ તમને ધ્યાન હશે કે વધારે મીઠાઈ ખાવાથી બાળકના દાંતમાં કીટાણું  પણ લાગી શકે છે. 
 
3. આંખ નબળી- હવે બાળક આખો દિવસ કાર્ટૂન જોતો રહેશે તો આંખ તો નબળી થશે. તેના કારણે બાળકોને ચશ્મા આવી  શકે છે. 
 
4. ઝગડા- કેટલાક કાર્ટૂન એવા હોય છે, જે હિંસા પર આધારિત હોય છે. જેને જોઈને બાળક પણ તેમની જેમ  મારપીટ, ઝગડા શરૂ કરી નાખે છે.