સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (17:26 IST)

બાળકોનુ Weight વધારવા ખવડાવો આ Food

બાળકોનુ ખાનપાન યોગ્ય ન હોવાને કારણે તેમનુ વજન વય મુજબ નથી વધી શકતુ.  બાળકોનુ વજન વધારવામાં ભોજન સૌથી વધુ સહાયક હોય છે. જ્યારે કે ખાવા મામલે બાળકો ખૂબ જ નખરા કરે છે. આવામાં મતા પિતાને સમજાતુ નથી કે બાળકોને શુ અને કેવી રીતે ખવડાવવામાં આવે કે તેમનુ વજન પણ સંતુલિત રહે. જો તમારા બાળકો પણ આવુ જ કરે છે તો આજે અમે તમને કેટલાક ફૂડ્સ વિશે બતાવીશુ જે તમારા બાળકો માટે ખૂબ લાભકારી છે. 
 
1. મલાઈ સહિત દૂધ પીવડાવો 
 
તમે ભલે તમારુ વજન સંતુલિત રાખવા માટે મલાઈ વગરનુ દૂધ પીતા હોય પણ જો તમારા બાળકોનુ વજન ઓછુ છે તો તેને મલાઈવાળુ દૂધ પીવડાવો. જો તેને પીવામાં સારુ નથી લાગતુ તો શેક બનાવીને આપો. યાદ રાખો કે તેનુ વજન વધારવા માટે તેના શરીરમાં મલાઈ પહોંચવી જરૂરી છે. 
 
2. ઘી અને માખણ - બાળકોનુ વજન વધારવુ હોય તો તેને ઘી અને માખણ ખવડાવવુ જરૂરી હોય છે.  જો તમે તેને આ બધુ દાળમાં નાખીને આપશો તો સૌથી વધુ અસર થશે. 
 
3. સૂપ સેંડવિચ ખીર અને શીરો - સૂપ સેંડવીચ ખીર અને શીરો આ ચારેય વસ્તુઓ જો યોગ્ય માત્રામાં આપવામાં આવે તો બાળકોના સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
 
 
4. બટાકા અને ઈંડા - ઈંડા અને બટાકા બંનેમાં તાકત હોય છે. ઈંડામાં પ્રોટીન તો બટાકામાં કાર્બહાઈડ્રેટ હોય છે. બાળકોને આ બંને વસ્તુઓ આપવાથી તેમનુ વજન વધવા માંડશે. 
 
 
5. સ્પ્રાઉટ - બાળકોને નિયમિત રૂપથી સ્પ્રાઉટ અર્થાત અંકુરિત દાળ ખવડાવો. તેનાથી પણ વજન યોગ્ય રીતે વધશે.  જો બાળક ખૂબ નાનુ હોય તો તેને દાળનુ પાણી પીવડાવો.