મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 13 મે 2021 (15:28 IST)

ગરમીમાં બાળકને Heat Rashes થી બચાવશે આ ઘરેલૂ ઉપાય

ગરમીમાં નવજાત અને બાળકોને પણ સ્કિન સંબંધી ખૂબ પરેશાનીઓ હોય છે. તીવ્ર તડકાના સંપર્કમાં આવવાથી પરસેવો, ફોલ્લીઓ અને Heat Rashes થવાની સમસ્યા હોય છે. ખાસ કરીને બાળક ડિહાઇડ્રેશન
 અને હીટ રેશેજ (ગરમીના ચકામા) ની સમસ્યા સાથે ઝઝૂમે છે. આ સમસ્યા તેમના ગળા, અંડરાઆર્મ્સની પાસે હોય છે. તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ છીએ, જેની મદદથી તમે આ સમસ્યાથી તમારા બાળકને બચાવી શકો છો.
 
બાળકને સ્નાન કરાવવા માટે 
- બાળજને સવારે અને સાંજે સ્નાન કરાવો. 
- સ્નાન માટે ઠંડુ પાણી ઉપયોગ કરો. 
- બાળકને બહારથી ખોલીને આવ્યા પછી સ્નાન જરૂરી. 
- નવજાત બાળકને વાર વાર સ્નાન કરાવવાની જગ્યા ઠંડા પાણીમાં કપડા કે ટૉવેલ પલાળીને રેશેજ વાળા ભાગની સફાઈ કરવી. 
 
આ રીતે કરવી બાળકની કેયર 
- બાળકને પ્રિકલી હીટ બેબી પાઉડર લગાડો. આ તમને બજારમાં સરળતાથી મળી જશે. 
- બાળકને ગોળ અને બી નેકના કૉટનના કપડા પહેરાવવા. બાળજને કૉલર વાળા કપડા પહેરાવવાથી બચવું. 
 
હીટ રેશેજમાં અજમાવો આ ઘરેલૂ ઉપાય 
- પહેલા બાળકને રેશેજ વાળી જગ્યા પર બરફથી ઠંડી શેકાઈ કરવી. 
- રેશેજ વાળા ભાગ પર તેલથી મસાજ કરવો.  હકીકતમાં વધારે પરસેવો આવવાથી ગ્રંથીઓ બંદ થવાનો ખતરો રહે છે. 
- રેશેજ વાળા ભાગ પર એલોવેરા જેલથી મસાજ કરવી. 
-  પ્રભાવિત ભાગ પર ચંદનનો પેસ્ટ લગાડો. 
- બાળકને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે નારિયેળ પાણી, જ્યુસ, લીંબૂ પાણી વગેરે તરળ વસ્તુઓનો વધારેથી વધારે પીવડાવો.