ડિલીવરી પછી કેટલા દિવસો સુધી નવશેકું પાણી પાણી પીવુ જોઈએ  
                                       
                  
				  				   
				   
                  				  Drink warm water after delivery- પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી પછી મહિલાઓને ખાસ કાળજીની જરૂર હોય છે. બાળકના જન્મ પછી, સ્ત્રીઓને ઘણા પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે, જેથી નવી માતા ડિલિવરી પછી ઝડપથી સ્વસ્થ થઈ શકે અને સારું સ્વાસ્થ્ય રહે. આપણા ઘરોમાં પણ તમે ઘણી વાર દાદીમાને નવી માતાના સ્વાસ્થ્ય માટે ઘણા ઘરેલું ઉપાય અજમાવતા જોયા હશે. આ સમયગાળા દરમિયાન માતાનું શરીર મજબૂત રહે તે માટે તેના આહારમાં અનેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ડિલિવરી પછી મહિલાઓને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેના ફાયદા શું છે અને ડિલિવરી પછી કેટલા દિવસો સુધી નવશેકું પાણી પીવું જોઈએ?
				  										
							
																							
									  
	 
	- એક્સપર્ટ મુજબ ડિલીવરી પછી મહિલાઓને નવશેકુ પાણી પીવુ જોઈએ. 
	 
	- મહિલાઓને આ દરમિયાન 3-4 લીટર પાણી પીવુ જોઈએ તેનાથી યુરિન ઈંફેકશન નથી થાય છે અને બોડી પણ સારી રીતે ડિટોક્સ હોય છે. 
	 
				  
	- તમારે એક સાથે ઘણું પાણી પીવું જોઈએ નહીં, પરંતુ ધીમે ધીમે પાણી પીવું જોઈએ. એક સાથે વધારે પાણી ન પીવો.
	 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	ગરમ પાણી ડિલિવરી પછી શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં પણ મદદ કરી શકે છે.
	 
	નિષ્ણાતોના મતે, બાળકના જન્મ પછી, નવી માતાએ ઓછામાં ઓછા 2 મહિના સુધી ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ.
	 
				  																		
											
									  
	યોગ્ય માત્રામાં નવશેકું પાણી પીવું પણ માતાનું દૂધ યોગ્ય રીતે ઉત્પન્ન કરવા માટે ફાયદાકારક છે.
				  																	
									  
	ડિલિવરી પછી, શરીરની આંતરિક સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નવશેકું પાણી આમાં મદદ કરી શકે છે.
	
	Edited By- Monica sahu