શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (11:19 IST)

આજે જ અભ્યાસ સાથે કરો આ ઉપાય, થશે સારા માર્કસની પ્રાપ્તિ

આજકાલ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરેક વિદ્યાર્થી ઈચ્છે છે કે તેને સારા માર્કસ મલે. જે માટે તે દિવસ રાત સતત મહેનત કરે છે. પ્રાચીનકાળથી તંત્રમાં કેટલાક એવા ઉપયો બતાવ્યા છે જેને કરવાથી ઘન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ મ સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિક્ષાના દિવસોમાં જો અભ્યાસ સાથે આ ઉપાયોને કરવામાં આવે તો સારા અંક મળી શકે છે. 
 
મા સરસ્વતીને પીળી કોડી અર્પિત કરી પૂજા કરો. તેમાથી કેટલીક કોળીયો તિજોરીમાં અને કેટલીક પીળા કપડામાં બાંધીને સ્ટડી ટેબલ પર મુકો. 
 
- કેસરને મિક્સ કરીને ગળ્યો ભાત બનાવો. ત્યારબાદ મા સરસ્વતીને ભોગ લગાવો અને અભ્યાસ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરો. તેનાથી માતા સરસ્વતીની કૃપા કાયમ રહેશે. 
 
- પીળી કોડીનું શુભ સમયમાં પૂજન કરો. ત્યારબાદ એક કોડી પર્સ અને એક પૂજા સ્થળમાં મુકો. આવુ કરવાથી ધન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 
 
 - માતા સરસ્વતીને પીળા રંગના ફૂલ અર્પિત કરો. આ ઉપરાંત પીળી વસ્તુઓનુ દાન કરો. આ સાથે જ બ્રાહ્મીનુ સેવન કરો. આવુ કરવાથી યાદગીરીમાં વધારો થશે.