શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

જ્યારે બાળકો વાત ન માને ત્યારે...

N.D
આપણને બધાને ખબર જ છે કે બાળકો ખુબ જ ચંચળ હોય છે. ચંચળતા અને મસ્તી તેમના સ્વભાવનો એક ભાગ છે. પરંતુ ઘણી વખત બાળકોની એવી આદતો હોય છે જેને લીધે માતા-પિતાને શરમ અનુભવવી પડે છે.

સ્વભાવથી જીદ્દી બાળકો કોઈની પણ વાત નથી સાંભળતા. બાળકો એકબીજાને જોઈ જોઈને વધારે મસ્તી શીખે છે. ઘણી વખત અન્ય બાળકની જેમ તેની નકલ પણ ઉતારે છે અને ઘણી કુટેવો અન્ય બાળકોની પાસેથી પણ શીખે છે. તેમની આવી આદતો છોડાવવા માટે માતા-પિતા ન જાણે શું શું કરે છે.

કોઈ પણ માતા-પિતાને તે વખતે સૌથી ખરાબ લાગે છે જ્યારે તેમના બાળકો બધાની સામે તેમને મારવા માટે હાથ ઉપાડે છે અને તેમના પર થુંકે છે. માતા-પિતાનો વધારે પડતો પ્રેમ પણ બાળકોને બગાડી દે છે. તેથી બાળકોને પ્રેમ પણ આપો અને સમજણ પણ.

વધારે પડતાં બાળકોને મારવાથી, ધમકાવવાથી અને સજા આપવાથી તેનો સ્વભાવ ઉગ્ર બની જાય છે. તેથી તેમની ખરાબ આદતોને છોડાવવા માટે તેમને માર્યા કરતાં સમજાવવા વધારે સારા રહેશે.