શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

બાળકોના મિત્રો બનો

N.D
* ઘણા લોકો નથી જાણતા કે તેમનો પ્રેમ બાળકો પ્રત્‍યે કેવી રીતે અભિવ્‍યક્‌ત કરવો. જો આપ આપના બાળકને પ્રેમ કરો છો તો એટલો કરો કે પ્રેમની સમસ્‍ત ઉર્જા બાળક સુધી પહોંચે.

* તમારા બાળકને જેટલો પ્રેમ, આનંદ અપાય તેટલો આપો, બાળકથી બોલીને, હસીને, રમીને તેને પ્રેમથી વહાલ કરતાં તેનું ચુંબન લેતાં મોજ મસ્‍તી કરવી જોઈએ, તેનાથી બાળકો ચીડચીડ કરતા નથી.

* બાળકોની સાથે તમારા સંબંધ એક મિત્ર જેવા હોવા જોઈએ જેથી તેઓ દરેક વાત તમને સરળતાથી જણાવી શકે. તેના વિશે તમે જેટલું જાણશો તેટલા જ તમે તેની નિકટ જશો. બાળકોની વાતોને શાંતિથી સાંભળો અને તેમને વારંવાર વચ્ચે રોકટોક ન કરશો. નહિતર તેનો સ્વભાવ ચીડચીડો થઈ જશે અને તે પછી તે કોઈ પણ વાત તમને કહેતાં ખચકાશે.