ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. બાળ દિવસ
Written By

બાળ દિવસ સ્પેશ્યલ : દસમાંથી દસ...હવે કરો બસ..

દસમાંથી દસ નથી લાવતુ મારુ બાળક

પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારુ બાળક

રમે છે સપના જુએ છે. જીદ કરે છે..

અને કહી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ ..

અને હા. તે વાંચે છે પણ એટલુ જ જેટલી જરૂર છે.

કહી શકો છો તમે કે સાધારણ છે તે..

 

હુ નથી જતી જોવા તેની ઉત્તરવહી

એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે

પણ કદાચ એ માટે.. કે ખૂબ જ દર્દનાક લાગે છે શાળા મને

અને કાંપી જાઉ છુ શાળાના દાદરા ઉતરતી વખતે

 

હાથમાં કાગળના ટુકડા લઈને

સાથે કોઈ બાળકને ઢસેડતા ગુનેગારની જેમ

તેના માર્કસ પૂછતા કોઈ મમ્મી-પપ્પાને

કેટલા આવ્યા મેથ્સમા ? અને કેટલા સાયંસમાં ?

સાંભળી-સાંભળીને લાગે છે

ત્રણ નંબર કપાય ગયા જે એ જ હતુ સર્વસ્વ


મને નથી જોવો ગમતો એ

બાળકોના ક્લાસરૂમમાં સ્મશાન જેવો સન્નાટો

ઉત્તરવહીના ઢગલાં પાછળ બેસેલી ટીચર

ચિઢાતા માતા-પિતા.

પરસ્પર નાઈન અને નાઈન એંડ અ હાફ જેવી

ગળાકાપ સ્પર્ધાની વાતો કરતા પાગલ માતાપિતા

 

બાળપણની પરિભાષા મોઢા પર ઉકેરતા

માસૂમ ચેહરા પર ટપકતા આંસુઓ

સોરી મમ્મી. સોરી મમ્મી.. હવે પછી.. હવે.. પછી

કહીને ધ્રૂજતા બાળકો

મને નથી જોવી ગમતી એ નિર્જીવ કોપીઓ

કોપીમાં આંખો ઘૂસાડીને નંબર ગણતા માતા-પિતા

 

મને તો ગમે છે જોવુ બસ..

ચકલીઓ પાછળ દોડતુ બાળપણ

દીવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને

પોતાનુ મન ઉકેરતુ બાળપણ...

 

ગલીઓમાં કૂતરાના નાના-નાના બચ્ચા પર

ન્યોછાવર થઈ જતુ બાળપણ..

માળામાં નાના બચ્ચાના મોઢામાં

દાણો નાખતી ચકલી પાસેથી

પ્રેમ સીખતું બાળપણ..

 

(અનુવાદ - કલ્યાણી દેશમુખ)