...અને અંજીરનું ઝાડ સુકાઈ ગયું

N.D
એક વખત સવારે પાછા ફરતી વખતે ઈસુને ભુખ લાગી હતી. તે રસ્તાને કિનારે અંજીરનું ઝાડ જોઈને તેની પાસે ગયાં. તેમને તેની અંદર પાંદડાઓ સિવાય બીજુ કંઈ પણ ન દેખાયું અને કહ્યું કે તારી અંદર ફરીથી ક્યારેય પણ ફળ નહિ લાગે. અને તે જ ક્ષણે અંજીરનું ઝાડ સુકાઈ ગયું.

વેબ દુનિયા|
આ જોઈને તેમના શિષ્યો આશ્ચર્યમાં પડી ગયાં અને તેઓએ પુછ્યું કે અંજીરનું આ ઝાડ આટલું જલ્દી સુકાઈ કેવી રીતે ગયું. ઈસુએ તેમને જવાબ આપ્યો કે હુ તમને લોકોને એવું કહુ છું કે જો તમારી અંદર વિશ્વાસ હોય અને તમે શંકા ન કરો તો તમે માત્ર એવું જ નહિ કરી શકો કે જે મે અંજીરના ઝાડ સાથે કર્યું છે પરંતુ તમે એવું પણ કરી શકશો કે તમે પર્વતને કહો કે જા તુ જઈને સમુદ્રની અંદર પડી જા અને પર્વત સમુદ્રની અંદર પડી જશે. તમે જે કંઈ પણ વિશ્વાસની સાથે પ્રાર્થના દરમિયાન માંગશો તે તમને મળી જશે.


આ પણ વાંચો :