ઇશ્વર

W.DW.D

એક પ્રસિધ્ધ ખગોળશાસ્ત્રી ક્રેટશ્વરનો એક વૈજ્ઞાનિક મિત્ર હતો, જે ભગવાનમાં વિશ્વાસ નહોતો કરતો. એક દિવસ આ વૈજ્ઞાનિક મિત્ર ક્રેટેશ્વરના ઘરે તેના ટેબલ પર મુકેલ સૌરમંડલના નમુનાને ચલાવતાં એક્દમ આશ્ચર્યચકિત થઇ ગયો. હેંડલને ફેરવવાથી નક્ષત્ર પોત પોતાના પરિધમાં સૂર્યના ચક્કર લગાવી શકતાં હતાં.

ખુબ જ નિપુણ કાર્ય છે તેવું તેને કહ્યું અને પુછ્યું કે આ કોણે બનાવ્યું છે? કોઇ વ્યક્તિ વિશેષે તો નથી બનાવ્યું પરંતુ મને જણાવ હુ જાણવા માંગું છું કોને બનાવ્યું આ? તેને કોઇએ નથી બનાવ્યું... આ તેની જાતે બની ગયું છે. હા તુ મજાક કરી રહ્યો છે. ના આતો તુ મજાક કરી રહ્યો છે. તુ આ વાત પર કોઇ પણ રીતે વિશ્વાસ નથી કરી રહ્યો કે આ નાનું મોડલ તેની જાતે બની ગયું છે અને છતાં પણ તુ વિશ્વાસ કરે છે કે વાસ્તવિક સૂર્ય, ચન્દ્ર અને તારા અને તેની સાથે આખુ બ્રહ્માંડ કોઇના બનાવ્યા વિના તે પોતાની જાતે અસ્તિત્વમાં આવી ગયું.

કોઇ પણ વસ્તુ કોઇના બનાવ્યા વિના તેની જાતે અસ્તિત્વમાં નથી આવતી. જ્યાર સુધી જમીનમાં બીજ નથી નાંખવામાં આવતાં ત્યાર સુધી મકાઇ તેની જાતે નથી આવતી. તેવી જ રીતે આ સૃષ્ટી અને કઇક એમાં છે જે કોઇના દ્વારા ઉત્પન્ન થયું છે. તેનો આરંભ થવો જ જોઈએ. છેવટે એક તો કોઇ હોવું જોઈએ, જેને કોઇએ નથી બનાવ્યું. કોઇ એક જેનો ક્યારેય આરંભ જ ન હતો. તે કોઇમાં અસીમિત જ્ઞાન અને શક્તિ છે, જેનો સ્વભાવ જ વિદ્યમાન થવાનો છે.

અને આવું જ કોઇ એક છે જેને આપણે કહીયે છીએ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ઇશ્વરને કોઇએ નથી બનાવ્યાં. તે હંમેશા હતાં અને હંમેશા રહેશે.

આપણે ભગવાનના વિશે બધું જ નથી જાણતાં, પરંતુ આપણે વિવેક અને ધર્મગ્રંથ દ્વારા શીખી શકીએ છીએ કે ભગવાન એક છે. વિવેકથી આપણે જાણી શકીએ છીએ કે કોઇ એક હોવું જોઇએ... જેને આપણે ઇશ્વર કહીએ છીએ...જેને બધા જ દ્રશ્યો અને પદાર્થોને બનાવ્યાં છે. ધર્મગ્રંથોથી આપણે જાણી શકીએ છીએ કે તેના પહેલા જ્યારે પર્વતો નહોતા, પૃથ્વી નહોતી અને વિશ્વ નહોતું ત્યારે પણ અનંત ઇશ્વર તૂ જ હતો. (સ્તોત્ર 90:2)

અને પછી મુર્ખ પોતાના મનમાં કહે છે કે ઇશ્વર નથી (સ્તોત્ર 14:1) અને આગળ જુઓ જેટલુ આપણે જાણીએ છીએ તેના કરતાં ઇશ્વર ક્યાંય મોટો છે. (યોબ 36:26) હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે દાઉદના સ્તોત્ર ગ્રંથમાં આવું કહેવાનો શું અર્થ છે? જ્યારે કે તે કહે છે કે આખી પૃથ્વી પર તારૂ નામ કેટલું ભવ્ય છે! તે તારૂ ગૌરવ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન બનાવ્યું છે. (સ્તોત્ર 8:2)

ધર્મગ્રંથથી આપણે જાણીએ છીએ કે ઇશ્વર આત્મા છે (યોહન 4:24). જે વસ્તુઓનું અસ્તિત્વ છે તે કાંતો પદાર્થ છે કાંતો આત્મિક. એક ભૌતિક પદાર્થ તે વસ્તું છે જેને આપણે જોઇ શકીએ છીએ અને અડી શકીએ છીએ. આત્મિક વસ્તુ વાસ્તવિક હોય છે, પરંતુ તે ભૌતિક નથી હોતી. સ્વર્ગદૂત આત્મીક જીવન હોય છે.

તમારા વિચાર અને ઇચ્છા આત્મિક છે, તમે સિનેમાના પડદા કે ટીવી પર ક્યારેય વિચાર નથી જોઈ શકતાં, કેમકે કોઇ પણ વિચારોની ઇમેજ કોઇ નથી લઈ શકતું, તે આત્મિક છે. મનુષ્ય કંઇક અંશે થોડોક આત્મિક અને કંઇક અંશે થોડોક ભૌતિક હોય છે. ઇશ્વર આત્મા છે એટલા માટે તેને આંખોથી નથી જોઈ શકાતો.

વેબ દુનિયા|
ઇશ્વર બધી જ જગ્યાએ છે એવું કોઇ જ સ્થળ નથી જ્યાં ઇશ્વર ન હોય. આપણે હંમેશા તેની સાથે જ રહીએ છીએ. ઇશ્વર સર્વ શક્તિમાન છે- તેનો અર્થ અવો થયો કે ઇશ્વર ગમે તે કરી શકે છે. તેને જે કંઇ પણ બનાવ્યું છે તે બધું જ તેની શક્તિનું પ્રમાણ આપે છે. તેને ફક્ત એક જ શબ્દ કહીને આખી સૃષ્ટીની રચના કરી છે. ધર્મગ્રંથના પહેલા અધ્યાયમાં જ આપણે વાંચીએ છીએ કે કેવી રીતે ઇશ્વરે આ સૃષ્ટી અને તેમાં રહેવાવાળી ચીજોની રચના કરી. ઇશ્વરે કહ્યું કે પ્રકાશ થઈ જાય તો પ્રકાશ થઈ ગયો, આકાશ બની જાય, પૃથ્વી પોતાની ઉપર વનસ્પતિ ઉત્પન્ન કરે વગેરે. આ રીતે ઇશ્વર માટે કંઇ પણ કઠણ કે અસંભવ નથી. જો તે ઇચ્છે તો બીજી સૃષ્ટીની રચના પણ કરી શકે છે. ઇશ્વર બધું જ છે. તે વર્તમાન, ભુતકાળ, ભવિષ્ય બધું જ છે. આપણા આંતરિક રહસ્યમય વિચાર, વચન અને કર્મ પણ જાણે છે.


આ પણ વાંચો :