ઈશ્વરની દસ આજ્ઞાઓ

W.D

જો તમે મને પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓનું પાલન કરશો. (યો.14:15)

ઈઝરાયલના લોકોને મિશ્ર દેશમાંથી હાંકી કઢાયા બાદ તેઓ ઘણાં દિવસો સુધી યાત્રા કરતાં રહ્યાં. જ્યારે તેઓ સિનાઈ નામના પર્વત (અરબ)ની પાસે પહોચ્યા ત્યારે તેમણે પોતાનો પડાવ ત્યાં નાંખ્યો.

મૂસા, ઈશ્વરની જોડે પર્વત પર વાત કરવા માટે કરવા ગયો. ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું કે તુ ઈઝરાયલના લોકોને જણાવજે કે હું તેમને મિશ્ર દેશની ગુલામીમાંથી છોડાવીને લાવ્યો છું અને તેમની રક્ષા કરી છે. એટલા માટે હવે તમે મારી આજ્ઞા માનશો અને મારા વ્યવસ્થાપનનું પાલન કરશો તો મારી પોતાની પ્રજા બની જશો.

ત્યાર બાદ મૂસા લોકોની પાસે પડાવ પાસે આવ્યો અને તેણે તે બધી વાત જણાવી જે ભગવાને તેણે કરી હતી. બધા લોકોએ સાથે જવાબ આપ્યો કે અમે પ્રભુની આજ્ઞાનું પાલન કરીશું.

ત્યારે ઈશ્વરે મૂસાને જણાવ્યું કે તે લોકોને ત્રીજા દિવસે તૈયાર થવા માટે કહે. તે દિવસે ઈશ્વર લોકોને દસ આજ્ઞાઓ આપવા માટે જઈ રહ્યાં હતાં.

લોકોએ પોતાના વસ્ત્રો ધોઈને પોતાને તૈયાર કર્યા અને પ્રભુની પાસે ત્રીજા દિવસે સિનાઈ પર્વતની નીચે આવી ગયાં. તે જ સમયે મોટા અવાજ સાથે મેઘ ગર્જના થઈ, વિજળી પડી અને પર્વત હલવા માંડ્યો. ત્યાર બાદ એક મોટુ વાદળુ પર્વત પર ઉતર્યું અને આખો પર્વત તેનાથી ઢંકાઈ ગયો. ઈશ્વર વાદળામાંથી જ બોલ્યા અને તેમની દસ આજ્ઞાઓ આપી.

જ્યારે લોકોએ ઈશ્વરને બોલતાં સાંભળ્યાં ત્યારે તેઓ ડરી ગયાં અને મૂસાને બૂમ પાડીને કહ્યું કે તમે અમારી સાથે વાત કરો નહિતર અમે મરી જઈશું. મૂસાએ જવાબ આપ્યો કે ડરશો નહિ ઈશ્વર તમારૂ નુકશાન કરવા નથી માંગતાં. તેઓ ઈચ્છે કે તમે તેમની આજ્ઞાઓનું પાલન કરો અને તેમની વિરુધ્ધ કોઈ પાપ કરશો નહિ. ત્યારે મૂસા પર્વત પર ઈશ્વરની પાસે ગયો. ઈશ્વરે તેને એક પત્થરની શીલા આપી જેની પર દસ આજ્ઞાઓ લખેલી હતી. ઈશ્વરે જે આજ્ઞાઓ આપી હતી તે નીચે મુજબ છે-

1. હું પ્રભુ તારો ઈશ્વર છું. પ્રભુ પોતાના ઈશ્વરની જ આરાધના કર અને તેને છોડીને કોઈની નહિ.

2. પ્રભુ પોતાના પરમેશ્વરનું કારણ વ્યર્થ ન લઈશ.

3. પ્રભુનો દિવસ પવિત્ર રાખવો.

4. માતા-પિતાનો આદર કરવો.
(પોતાના માતા-પિતાને પ્રેમ કરવો અને તેમની આજ્ઞાઓનું પાલન કરવું)

5. મનુષ્યની હત્યા ન કરવી.

6. વ્યાભિચાર ન કરવો.
(એક પવિત્ર જીવન પસાર કરવું.)

7. ચોરી ન કરવી.

8. ખોટી ગવાહી આપવી નહિ.
(જૂઠ બોલવું નહિ)

9. અન્ય સ્ત્રીની કામના કરવી નહિ.

10. અન્યના ધન પર લાલચ ન રાખવી.
વેબ દુનિયા|
(અન્યની પાસે જે કંઈ પણ છે તેની લાલસા ન રાખવી)


આ પણ વાંચો :