શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઉદારતા અને દયા

W.D

ઉદારતા અને દયા સર્વશ્રેષ્ઠ સદગુણ છે

જો હુ માણસ અને દેવદૂતની જેમ મીઠી વાણી બોલુ છુ અને ઉદારતાથી શુન્ય છુ તો હુ પીત્તળની ચમક અને કરતાલની ખણખણાટ બરાબર છુ. ઉદારતા નથી તો હુ કંઈ પણ નથી.

સહનશીલતા અને દયાનું નામ છે ઉદારતા. ઉદારતા ઈર્ષ્યા, દેખાડો, અહંતા, દુર્વવ્યવહાર, સ્વાર્થ, જલન અને દુરાચરણથી પણ ઉપરની વસ્તુ છે. તે સત્યથી પ્રસન્ન રહે છે. બધાનો વિશ્વાસ કરે છે. બધા પાસેથી આશા રાખે છે અને બધાનો સાથ નિભાવે છે.

નિર્મળ જીવન

મોટી મોટી વાતો કરવાથી કોઈ માણસ પવિત્ર અને સદાચારી નથી બની જતો. નિર્મળ જીવન જ મનુષ્યને સારો બનાવી શકે છે.

આત્માની તરસ મોટી મોટી વાતોની નથી છુપાતી. સદાચારી જીવનથી જ મનને શાંતિ મળે છે. પવિત્ર અને શુદ્ધ અંત:કરણ ઈશ્વરની અંદર આપણા વિશ્વાસને દ્રઢ બનાવે છે.

જો તમે કોઈને પાપ કરતાં જોઈને પોતાને મહાન સમજો છો અને તેનું હાસ્ય ઉડાવો છો તો તમે મહામુર્ખ છો કેમકે તમે નથી જાણતા કે ક્યાર સુધી તમે સત્કર્મોને તમારી સાથે લગાડી રાખશો.

જ્યારે આપણે પોતાની જાતને જ ઈચ્છાને અનુકુલ નથી બનાવી શકતાં તો બીજાઓની પોતાની અનુસાર બની જવાની આશા કેવી રીત રાખી શકીએ? આપણે બીજાને પૂર્ણ બનાવવાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ પોતાના દોષને દૂર નથી કરતાં.

જો તમારૂ હૃદય પવિત્ર હશે તો તમે સંસારની બધી જ વસ્તુઓમાં ભલાઈના જ દર્શન કરશો.

હંમેશા સત્કર્મમાં લાગી રહેવું અને પોતાને તુચ્છ સમજવું તે જ નમ્ર આત્માનું લક્ષણ છે.