ખ્રિસ્તીઓના ઈશ્વર ઈશુ ખ્રિસ્ત

W.D
એક જાણીતાં ખગોળક ક્રેટેશ્વરનો એક વિજ્ઞાની મિત્ર હતો,જે 'ઈશ્વર'ને માનતો નહોતો. એક દિવસે તે વિજ્ઞાની મિત્ર, ક્રેટેશ્વરના ઘરે તેની મેજ પર રાખેલાં સૌરમંડળના 'મોડલ'ને ચલાવતાં આશ્ચર્યચકિત થયો, જ્યારે તેણે જોયું કે તેના હેન્ડલને ફેરવવા માત્રથી જ ગ્રહો અને તેમજ બધાં નક્ષત્રો તેમના 'પથ' પર સૂર્યની પરિક્રમા કરી શકતાં હતાં.

'આ પણ ખરેખર એક 'નિપુણતા'નું કામ છે'- એમ વિચારતાં તેણે કહ્યું, 'આ કોણે બનાવ્યું છે?'

તેના ખગોળક મિત્રએ કહ્યું,' કોઇ વિશેષ માણસે નથી બનાવ્યું...!'

'પણ હું જાણવા માગુ છું, કે ખરેખર આ કોણે બનાવ્યું છે?'વિજ્ઞાનીએ કહ્યું.

તેને ફરીથી જવાબ મળ્યો, 'ખબર નથી! જ્યારે કે આ તેની રીતે જ બની ગયો છે...!'

વિજ્ઞાનીએ કહ્યું, 'હું કોઇ 'મજાક' નથી કરી રહ્યો, તો પછી મને બતાવો કે ખરેખર આ કોણે બનાવ્યું છે!'

તે પછી ખગોળકે કહ્યું, 'તમે કોઇ રીતે માનતા નથી કે આ પોતાની રીતે જ બન્યું હશે; છતાં સૂર્ય અને તેની ચારેય તરફ
'પરિક્રમા' કરતાં ગ્રહો, તારાઓ અને ચંદ્દ્રમા પણ તેમના 'રચયિતા'(બનાવનાર) વગર પોતાની જાતે જ બન્યાં છે !

એકંદરે, કોઇ પણ વસ્તુ પોતાની રીતે કે પછી કોઇ પણ 'માધ્યમ' વગર બનતી નથી! દાખલા તરીકે, કોઇ પણ 'પાક' માટે તેનો 'દાણો' મેળવવો પણ જરૂરી છે; અને તે જ રીતે, આ 'સૃષ્ટિ'ના રચયિતા વગર તેની કોઇ 'કલ્પના' કરવી પણ નકામી બને છે! આ પ્રમાણે, કોઇ પણ એક છોરથી આ વિશ્વની 'શરૂઆત' જરૂરથી થઇ હશે. એક એવી 'શક્તિ' કે પછી એક એવું 'માધ્યમ', કે જેમાં બધાંય ગુણ આવેલાં હોય... અને એટલે જ કહેવાય છે કે 'ઈશ્વર'ને કોઇએ પણ બનાવ્યું નથી; જ્યારે કે એ પહેલાંથી જ હતો, અને હંમેશા બનેલો રહેશે!

અમે 'ઇશ્વર' બાબતે કંઇ પણ નથી જાણૅતાં, છતાં પોતાના વિવેકથી આ વાત સમજાય છે કે 'ઈશ્વર એક છે!' જેણે બધાંય પદાર્થોને બનાવ્યું છે, જેની બધાંય ધર્મના ગ્રંથોમાં ચર્ચા થઇ છે, જ્યારે કોઇ પહાડીઓ કે આ પૃથ્વી પણ નહોતી અને કોઇ વિશ્વમાં નહોતું; છતાં પણ તે અનાદિ અને અનંત કાળથી રહ્યો છે...! (સ્ત્રોત 90.2)

જ્યારે કે એક 'મૂરખ' પછી પોતાના મનમાં કહે છે કે 'ઇશ્વર' નથી! (સ્ત્રોત 14.1) અને આગળ જુઓ, અમે જે પણ જાણીએ
અને સમજીએ એ છીએ, તેની સામે આ 'ઇશ્વર' પણ ઘણો મોટો હોય છે! (યોબ 36.26) અમે જાણીએ છીએ કે દાઉદના સ્ત્રોત ગ્રંથમાં આ કહેવાનો કોઇ 'અર્થ' નથી કે આખી ધરતી પર તારૂં નામ કેવું ભવ્ય છે; જ્યારે કે તે પોતાનું ગૌરવ સ્વર્ગથી પણ વધુ મહાન બનાવ્યું છે...(સ્ત્રોત 8.2)

ધર્મગ્રંથમાં કહેવાયું છે કે 'ઈશ્વર જ આત્મા છે'(યોહન 4.24). જે વસ્તુઓનું કોઇ અસ્તિત્વ છે, તે કોઇ પદાર્થ અથવા કોઇ આત્મિક છે. એક ભૌતિક પદાર્થ- કે જેણે જોઇ શકાય છે, કે પછી સૂંઘીને અથવા સાંભળવાથી ખબર જેની 'ખબર' પડે છે; જ્યારે કે એક 'આત્મિક' વસ્તુ વાસ્તવિક હોય છે- જેમકે સ્વર્ગદૂત આત્મિક જીવન હોય છે.

તમારા વિચાર અને તેમજ ઇચ્છા 'આત્મિક' હોય છે, છતાં કોઇ રીતે તેને 'જોવામાં' આવતા નથી! દાખલા તરીકે કોઇ પણ
તસ્વીર કે પછી કોઇ પણ 'સિનેમા'ની માફક આ વિચારોને 'જોવું' શક્ય નથી! તેમજ એક 'આત્મિક' શક્તિને આપણે કોઇ પણ રીતે જોઇ શકતાં નથી, જે એકંદરે તે 'ઇશ્વર'નું જ એક રૂપ હોય છે. આ રીતે, કોઇ પણ મનુષ્ય અમુક હદ સુધી 'ભૌતિક' એટલે કે શરીરની રીતે; અને અમુક હદ સુધી 'આત્મિક' એટલે કે ઇચ્છા અને વિચારોની મારફત હોય છે!

વેબ દુનિયા|
આ 'ઇશ્વર' બધે રહે છે અને તે રીતે, એવું કોઇ પણ 'સ્થળ' નથી કે જ્યાં તે રહી ન શકે! આપણે બધાંય તેની સામે દર વખતે રહીએ છીએ, અને તેનાથી 'અલગ' થવું આપણી માટે શક્ય બનતું નથી...!જો કોઇ પણ માનવ 'સ્વર્ગ'માં હોય કે પછી બીજી કોઇ જગ્યાએ- તેના 'દર્શન' તો અધોલોકમાં પણ થશે.( સ્ત્રોત 138:7-8)


આ પણ વાંચો :