પ્રભુના ચરણે જતાં પહેલા...

W.D

એક વખત શિકાગોના એક સરકારી હોસ્પીટલમાં પંડિતને બોલાવવાના વિષયને લઈને કર્મચારીઓની બેઠકમાં વિચાર-વિર્મશ થઈ રહ્યો હતો. તે વખતે મગજનું ઓપરેશન કરનાર એક પ્રસિધ્ધ સર્જને આ વાત કહી હતી- ' હું કેથેલિક નથી છતાં પણ હું હંમેશા પુરોહીતને બોલાવું છું. તેના આવવાથી હુ આશ્વસ્ત થઈ જાઉં છું કે એક રોગીને બેહોશીની દવા મળતાં પહેલા તેને બધું જ મળશે જે એક પુરોહીતે તેને આપવું જોઈએ. હું નથી જાણતો કે પુરોહીત તેને શું આપે છે પરંતુ તે જે કંઈ હોય તે રોગીના ઓપરેશનમાં વધારે સારી રીતે સાબિત થાય છે.

પુરોહીત દ્વારા કરવામાં આવતી આ વિધીથી દર્દીને અવશ્ય લાભ થાય છે. ધર્મગ્રંથોમાં પણ આ પ્રકારની વિધીનો ઉલ્લેખ છે. સંત યાકુબના પત્રોમાં નોંધવામાં આવ્યુ છે કે, કોઈ વ્યક્તિ બિમાર હોય ત્યારે મંદિરના પુરોહીતોને તેની સારવાર માટે બોલાવવામાં આવતા હતા. જે મંત્રોચ્ચાર કરતાં-કરતાં દર્દીના શરીર પર તેલની માલિશ કરતા હતા. તેની વિશ્વાસપુર્ણ પ્રાર્થનાથી દર્દીમાં નવજીવન પ્રદાન થતુ અને તે સ્વસ્થ થતો હતો. ઉપરાંત જો તે પાપી હોય તો તે પાપમાંથી મુક્ત થઈ જતો હતો.

અંતમલનના આ સંસ્કાર કોઈ પણ એવા રોગીને આપવા જોઈએ જે ગંભીર બિમારીથી પીડાતો હોય જેવી રીતે કે ટી.બી., હદય રોગ, ઘડપણ, નિમોનિયા, ગંભીર અકસ્માત વગેરે.

તે જરૂરી નથી કે વ્યક્તિ હકીકતમાં મરી રહ્યો હોય. સામાન્ય પ્રક્રિયા એ છે કે પુરોહીત બિમાર વ્યક્તિના પાપ સાંભળે છે અને તેને પરમપ્રસાદ આપે છે અને ત્યારે તેને પવિત્ર તેલથી માલિશ કરતાં કહે છે કે આ પવિત્ર તેલના સ્પર્શ દ્વારા પ્રભુ પોતાના પ્રેમ અને દયાની અંદર પવિત્રાત્માની કૃપાથી તમારી સહાયતા કરે અને જે પ્રભુ તમને પાપથી મુક્ત કરે છે તે તમારી રક્ષા કરે અને તમારો ઉધ્ધાર કરે.

અને જતા પહેલા પુરોહીત તે ખાસ પ્રકારના આશીર્વાદ આપે છે જે પોતાની સાથે દંડામોચન લઈ આવે છે જેનોપ અર્થ થાય છે કે પાપોની સજા માટે સંપૂર્ણ ક્ષમા, અને પાપ માટે સાચી રીતે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હોય.

જેમકે કોઈ અકસ્માત થવાને કારણે વ્યક્તિ અચાનક મૃત્યુની દિશામાં ચાલ્યો જાય છે તો પુરોહીતને બોલાવો કેમકે ચિકિત્સા વિજ્ઞાનથી આપણે જાણીએ છીએ કે ક્યારેક ક્યારેક માણસનું હદય ધડકવાનું બંધ થઈ ગયું હોય છતાં પણ તે જીવીત રહે છે. આવી જ દશામાં પુરોહીત શર્તોનુસાર અભ્યંજન કરે છે... ફક્ત તે જ સ્થિતિમાં જ્યારે તે જીવીત રહે છે.

બિમાર વ્યક્તિની સાથે વારંવાર પ્રાથર્નાઓ કરો અને જો તે લાંબી પ્રાર્થનાઓનું અનુસરણ ન કરી શકતાં હોય તો નાની નાની પ્રાર્થનાઓ કરવામાં તેમની સહાયતા કરો.

વેબ દુનિયા|
ગૈર કૈથલિક હોસ્પીટલમાં દાખલ થતાં પહેલાં રોગીને પાપ સ્વીકાર અને પવિત્ર પરમપ્રાસાદ માટે જવું જોઈએ અને જો આ હોસ્પીટલમાં લાંબા સમય સુધી રોકાવાનું થાય તો તમારા સગાસંબંધીઓને કહી દો કે તે તમારા માટે પરમપ્રસાદ લાવે અને તમારી નર્સને કહો કે જ્યારે તમારી સ્થિતિ ગંભીર થઈ જાય તો તે પુરોહીતને બોલાવે.


આ પણ વાંચો :