શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. ખ્રિસ્તી
  3. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 14 એપ્રિલ 2022 (15:27 IST)

Good Friday ગુડ ફ્રાઈડે પર શું કરવામાં આવે છે

Good Friday
ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મને માનનાર અનુયાયીઓ ગિરિજાઘર જઈને પ્રભુ ઈસુને આ પ્રકારે યાદ કરે છે -
 
ઈસુના જન્મનો આનંદ ઉજવ્યાના થોડાક જ દિવસો બાદ ખ્રિસ્તીઓ તપસ્યા, પ્રાયશ્ચિત અને ઉપવાસનો સમય ઉજવે છે. આ સમય જે 'એશ વેડનસ્ડે' થી શરૂ થઈને 'ગુડ ફ્રાઈડે' ના દિવસે પુર્ણ થઈ જાય છે જેને 'લેટ' કહેવાય છે.
 
જે ક્રોસ પર ઈસુને 'ક્રુસીફાઈ' કરવામાં આવ્યાં હતાં તેના પ્રતીકના રૂપમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સ્વરૂપ લાકડીનો એક પાટ ગિરિજાઘરમાં રાખવામાં આવે છે.
 
ઈસુના શિષ્યો એક એક કરીને તેને આવીને ચુમે છે.
 
ત્યાર બાદ બપોરના ત્રણ વાગ્યા સુધી સર્વિસ કરવામાં આવે છે. સર્વિસમાં ખ્રિસ્તી સિદ્ધાંતો (ચાર ગોસ્પેલ્સ) માંથી કોઈ પણ એકનું પઠન કરે છે.
 
ત્યાર બાદ સમારોહમાં પ્રવચન, ધ્યાન અને પ્રાર્થના કરવામાં આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુ પ્રભુ ઈસુ દ્વારા ત્રણ કલાક સુધી ક્રોસ પર ભોગવેલી પીડાને યાદ કરે છે.
 
ત્યાર બાદ અડધી રાત્રે સામાન્ય કમ્યુનિયન સર્વિસ થાય છે.
 
ઘણી જગ્યાએ તો કાળા વસ્ત્રો પહેરીને શ્રદ્ધાળુઓ ઈશુની છબી લઈને માતમ મનાવતાં એક ચાલવાનો સમારોહ કાઢે છે અને પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.
 
 ગુડ ફ્રાઈડે પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે તેથી આ દિવસે ગિરજાઘરોમાં બેલ વગાડવામાં આવતી.નથી