બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

બાઈબલમાં કહ્યું છે કે- પાર્ટ-2

દુશ્મનને પ્રેમ કરો

W.D

દુશ્મનને પ્રેમ કર
તમને કહેવામાં આવ્યું હતું કે પાડોશીને પ્રેમ કરો અને પોતાના દુશ્મનને ધૃણા કરો.

પરંતુ હુ તમને કહુ છુ કે તુ તારા દુશ્મનને પ્રેમ કર અને જે લોકો તમને હેરાન કરે છે તેમના માટે પ્રાર્થના કર. ત્યારે જ તમે સ્વર્ગની અંદર રહેનાર પોતાના પિતાના સંતાન કહેવાશો કેમકે ખરાબ અને સારા બંને પર પોતાનો સુર્ય ઉદય કરે છે. ધર્મિઓ અને અધર્મિઓ બંને પર પોતાની કૃપાનો વરસાદ કરે છે. જો તમે તેને જ પ્રેમ કરશો જે તમને પ્રેમ કરે છે તો એમાં તમે શું મહના કાર્ય કર્યું.

જે તમારી નિંદા કરે તેને દુઆ આપો-

પોતાન દુશ્મન પ્રત્યે પ્રેમ રાખો. હંમેશા તેમનું સારૂ જ વિચારો. જે તમને શાપ આપે તેમને આશીર્વાદ આપો. જે તમારૂ અપમાન કરતું હોય તેને આશીર્વાદ આપો. જે તમારા એક ગાલ પર થપ્પડ મારે તેની સામે બીજો ધરી દો.

જે કોઈ તમારી પાસેથી કંઈ માંગે તેને આપી દો. તે તમારી પાસેથી તમારી કોઈ પણ વસ્તુને પડાવી લે તેને પાછી ન માંગશો.

જો તમે પ્રેમ કરનારને જ પ્રેમ કરશો તો તેમાં તમે શું કોઈ મોટુ કમ કરી રહ્યાં છો? આવુ તો પાપી પણ કરી શકે છે.
ઉધાર આપીને તેને પાછું મેળવવાની આશા જો તમે પણ રાખતા હોય તો તેમાં તમારી શી મોટાઈ છે? આવુ તો પાપી પણ કરી શકે છે.
જે લોકો ખરાબ છે તેમની પર પણ તે પરમ પિતા કૃપાળુ છે તમે પણ એવા બનો.


નર્કનો પહોળો રસ્ત
તમે સાંકળા રસ્તામાં ઘુસો. નર્કમાં જવાનો રસ્તો પહોળો છે અને ફાટક પણ મોટુ છે. ખાસ કરીને લોકો ત્યાં જ ઘુસી જાય છે સાંકળા રસ્તે અને સાંકળા દરવાજાવાળા સ્વર્ગની તરફ જવાવાલા લોકો ઓછા છે.

દિવો સળગતો રાખો
પોતાની કમર કસીને દિવો સળગતો રાખો ક્યાંય એવું ન બને કે ભગવાન તમને બેખબર જુએ.

કોઈ લાલચમાં ન ફસાઓ
હંમેશા સાવધાન રહો અને ભગવાનની પ્રાર્થના કરતાં રહો કે તમે ક્યારેય પણ કોઈ લાલચમાં ન ફસાઈ જાઓ. આત્મા તો તૈયાર છે પરંતુ શરીર દુર્બળ છે.

પહેલો પત્થર તે મારે!
ઈસુ મંદિરમાં બેસીને ઉપદેશ આપી રહ્યાં હતાં. તે સમયે અમુક લોકો એક સ્ત્રીને લઈને આવ્યા જે ખરાબકાર્ય કરતા પકડાઈ ગઈ હતી. લોકોએ તેને વચ્ચે ઉભી કરીને ઈસુને પુછ્યું કે હે ગુરૂ આ સ્ત્રી બદચલની કરતાં પકડાઈ ગઈ છે. મૂસાની આજ્ઞા છે કે તેને પત્થર મારીને મારી નાંખો. તો તમે શું ઈચ્છો છો?

ઈસુ નીચા નમીચે આંગળી વડે જમીન પર લખવા લાગ્યા. જે પાદરી અને ફરીસી તેને લાવ્યા હતાં તે વારંવાર ઈસુને પુછી રહ્યાં હતાં તો ઈસુએ સીધા થઈને તેમને જવાબ આપ્યો કે તમારામાંથી પહેલો પત્થર તેને તે વ્યક્તિ મારે જેણે જીંદગીમાં ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય.

ઈસુ ફરીથી વાંકા વળીને કઈક લખવા લાગ્યા.

એટલામાં ત્યાંથી બધી જ ભીડ દૂર થઈ ગઈ અને પેલી સ્ત્રી એકલી જ ઉભી રહી.

ઈસુ ઉભા થઈને તેને પુછવા લાગ્યા કે ક્યાં ગયાં તે બધા જે તારી પર આરોપ લગાવી રહ્યાં હતાં? શું કોઈએ પણ તને દંડ આપ્યો નહિ?

તે બોલી ના પ્રભુ કોઈએ ન આપ્યો.

ઈસુ બોલ્યા જા હુ પણ તને જોઈ દંડ નથી આપતો જા કોઈ પાપ ન કરતી.