પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી ભારત બન્યું ચેમ્પિયન: મોહિત-મનલની તોફાની બેટિંગે અપાવ્યો U19 એશિયા કપનો ખિતાબ
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લા બોલ પર ૧ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને 107 રનની ઇનિંગ રમી હતી. બે બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાએ છેલ્લા બોલ પર એક વિકેટ બાકી રહેતા આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.
????.????.????.????.????.????.????.????.???? An absolutely incredible run chase in the Final gives India U19 the #MensU19AsiaCup 2026 title ???????? Scorecard https://t.co/srKsrr1jna https://t.co/BYh3iNO18o
— BCCI (@BCCI) November 14, 2026
ઉસ્માન ખાને 107 રન બનાવ્યા
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા, પાકિસ્તાને સારી શરૂઆત કરી. ઉસ્માન ખાન અને હીયમ ખાને પ્રથમ વિકેટ માટે 67 રનની ઓપનિંગ ભાગીદારી કરી. ઓપનર ઉસ્માન ખાને શાનદાર 107 (એક સદી) ફટકારી, જ્યારે અબ્દુલ કાદિર (80) અને કેપ્ટન ફરહાન યુસુફ (63) એ પણ શાનદાર અડધી સદી ફટકારી. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી 400 રન સુધી પહોંચી જશે, પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં જોરદાર વાપસી કરી, ઝડપથી વિકેટો લઈને મોટો સ્કોર અટકાવ્યો. હીયમ ખાને 21, અહેમદ હુસૈન 17, નિકાબ શફીકે 11, હમઝા ઝહૂરે 10 અને મોહમ્મદ સૈયમે 7 રન બનાવ્યા. ભારત તરફથી કાવ્યા પટેલ સૌથી સફળ બોલર રહી, તેણે 4 વિકેટ લીધી, જ્યારે વેંકટે 3 અને અર્જુન રાજપૂતે 1 વિકેટ લીધી.
ટીમ તરફથી લક્ષ્ય રાયચંદાનીએ સૌથી વધુ રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાએ રન ચેઝમાં સારી શરૂઆત કરી. આર્યવીર સેહવાગ અને લક્ષ્ય રાયચંદાનીએ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. જોકે, બંનેએ ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. આર્યવીર સેહવાગ 58 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા, 100 બોલમાં 80 રન બનાવ્યા. આ બે સિવાય, અન્ય ભારતીય બેટ્સમેન ખાસ કંઈ કરી શક્યા નહીં. મનલ ચૌહાણે અંતિમ ઓવરોમાં ઝડપી ગતિએ રન બનાવ્યા. તેમણે અને મોહિત ઉલ્વાએ અડધી સદીની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાનું મેચમાં કમબેક કરાવ્યું.
મનલ ચૌહાણ અને મોહિતે શાનદાર ઇનિંગ રમી
252 રનના સ્કોર પર આઠમી વિકેટ પડ્યા પછી, મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે સમજદારીપૂર્વક બેટિંગ કરી. તેમણે 35 બોલમાં નવમી વિકેટ માટે 57 રન ઉમેર્યા. જોકે, મનલ ચૌહાણ 48મી ઓવરમાં 47 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ મોહિત ઉલ્વાએ પોતાની પ્રભાવશાળી બેટિંગ ચાલુ રાખી. તેણે અંતિમ વિકેટ માટે ચિગુરુપતિ વેંકટ સાથે 16 બોલમાં 30 રનની ભાગીદારી કરી, જેનાથી ટીમને 1 વિકેટથી રોમાંચક વિજય મળ્યો. મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા.

