1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

અખતર બીસીસીઆઈની શરણમાં

અખતર બીસીસીઆઈની શરણમાં
કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કડક અનુસાશન કાર્યવાહિ કરશે તેવા સંકેત મળતાં જ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખતર હવે મદદની આશા સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની મદદ માગી રહ્યો છે.

શોએબ અને પીસીબી વચ્ચેની તિરાડ વધુ મોટી બની રહી છે ત્યારે શોએબને તેની ભારે કિંમત ચુકવવી પડે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. અલબત્ત અગાઉ શોએબ અખતરને તેના સાથી ક્રિકેટર મહોંમદ આસીફ સાથે મારઝુડ કરવા બદલ 13 મહિનાનો પ્રતિબંધ અને 34 લાખનો દંડ થયો હતો. આ વખતે પણે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી આશંકાને જોતાં તે ભારતીય ક્રિકેટના ઉચ્ચ અધિકારીઓના શરણે આવ્યો છે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.