1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ઈંગ્લેંડની બાજી મજબૂત

પીટરસન
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કપ્તાન કેવિન પીટરસનની સદી અને એંડ્ર્યુ ફ્લોંટોફની 36 રનની સંઘર્ષપૂર્ણ પારીની મદદથી ઈંગ્લેંડે ફોલોઓનની સ્થિતિને ટાળી હતી.

આ સમાચાર લખાય છે ત્યારે ઈંલેન્ડે 4 વિકેટ ગુમવીને 270 રન બનાવી લીધા છે. પીટરસન 137 ક્લિંટોફ 60 રન કરી ક્રિઝ પર અણનમ છે. ઈંગ્લેંડ હજી પણ ભારતથી 213 રન પાછળ છે, ભારતે પ્રથમ પારીમાં 453 રન બનાવ્યા હતાં.

જોકે સવારે ઈંગ્લેંડની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેંડે મેચની શરૂઆતમાં જ એંડ્ર્યુ સ્ટ્રોંસ શૂન્ય અને ઈયાન બેલ માત્ર 1 રન કરી પાછા પેવેલિયન ભેગા થઈ ગયા હતાં.

ઈંગ્લેંડની ચોથી વિકેટ 131 રન પર પોલ કોલિંગવુડને અમિત મિશ્રાની ઓવરમાં સચિનના હાથે કેચઆઉટ થયા હતાં.