1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

જીત સૌથી મહાન પળ:સ્મિથ

ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન ઉપર પ્રથમ વાર ટેસ્ટ શ્રેણીમાં માત આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાના કપ્તાન ગ્રીમ સ્મિથે કહ્યુ કે આયોજક ટીમ પર જીત મેળવવી તે આફ્રિકી ક્રિકેટની સૌથી મોટી સિદ્ધિ છે.

વિશ્વની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વાર તેના ઘર આંગણે માત આપી ટેસ્ટ શ્રેણીમાં જીતને દક્ષિણ આફ્રિકી ક્રિકેટ ઇતિહાસમાં સૌથી યાદગાર દિવસ માને છે.

સ્મિથે જણાવ્યુ કે હું આપણા રમતના ઇતિયાસની ઈજ્જત કરૂ છું. જે લોકોને ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવાની આવી તક સાંપડી તેમને તેમજ જેમને નથી સાંપડી તે બધાને સલામ કરૂ છું.

ઉલ્લેખનિય છે કે દક્ષિણ આફ્રિકાએ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ત્રણ ટેસ્ટવાળી શ્રેણીમાં 2-0 થી ઐતિહાસિક વિજય મેળવી લીધો હતો.