1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ભારતે 38 રનોથી વિજયી

ભારતે 38 રનોથી વિજયી
ભારતે ટોસ હારીનેને પ્રથમ બેંટીગ કરતાં 6 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 325 રન બનાવ્યાં હતાં. સચિન 71,યુવરાજ 72,ગાંગુલી 59 અને ગંભીર 51 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યાં હતાં. ભારતીય બેટ્સમેનોએ ફ્લિન્ટોફની ગેરહાજરીનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. હવે શ્રેણીમાં ઇગ્લેંડ 3-2થી આગળ છે. છઠ્ઠી મેચ 5 ઓગષ્ટના રોજ કિંગ્સટન,ઓવલમાં રમવામાં આવશે.

પાંચમી વન-ડેમાં વરસાદનાં વિધ્નના કારણે ફરીવાર રમત રોકવામાં આવી હતી, ત્યારે કોલિંગવુડ 91 અને જેમ્સ એંડરસન 1 રન પર ક્રિજ પર હતાં. તે સમયે ઇગ્લેંડની ટીમને જીત માટે 69 રનોની જરૂર હતી. પરંતુ તે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યાં ન હતાં.

45 ઓવરમાં 311 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદના લીધે રમત રોકવામાં આવતાં ઇગ્લેંડની ટીમ 39 ઓવરમાં 242 રન બનાવી ચૂકી હતી.આ રીતે ડકવર્થ-લુઇસ પધ્ધતિ હેઠળ ભારતને વિજયી જાહેર કરી હતી.