1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

મોહાલી પર ભારતની મોહર

320 રને ઐતિહાસિક વિજય,1996 પછી સૌથી મોટી જીત

મોહાલી ભારતની મોહર
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે 320 રને ઐતિહાસિક વિજય હાંસલ કરી છે. રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હતી. અને છેલ્લાં દસ વર્ષમાં ભારતે મેળવેલ સૌથી મોટો વિજય છે. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 44 રનમાં 5 વિકેટો પડી જતાં તેની હાર થઈ હતી.

આજે સવારે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 141 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પણ તેની શરૂઆત સારી રહી નહતી. ચોથા દિવસે ક્રીઝ પર રમી રહેલાં બ્રૈડ હૈડિને આજે વધારે સમય ટકી શક્યા નહતાં. અને ઝાહીર ખાનની પ્રથમ ઓવરમાં જ આઉટ થઈ ગયા હતાં.

હૈડિનનાં આઉટ થતાં આવેલા કેમરૂન વ્હાઈટ અને બ્રેટ લી પણ વધારે સમય ટકી શક્યાં નહતાં. આ બંનેની વિકેટ પણ ઝાહીર ખાને લીધી હતી.

ત્યારબાદ માઈકલ ક્લાર્ક અને મિશેલ જોનસને ઓસ્ટ્રેલિયાને મજબૂતી આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ અમિત મિશ્રાએ મિચેલ જોન્સનનો કેચ પકડીને તેની વિકેટ લીધી હતી. ત્યારબાદ માઈકલ ક્લાર્કને પણ અમિત મિશ્રાએ વિરેન્દ્ર સહેવાગનાં હાથે કેચ પકડાવીને પ્રથમ ટેસ્ટમાં પોતાની સાતમી વિકેટ લીધી હતી.

આ વિકેટ સાથે ભારતે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરીને બઢત મેળવી છે. ઓસ્ટ્રેલિયાનો દસ વર્ષમાં સૌથી વધુ હાર્યુ છે. તો ભારતે ઓસ્ટ્રેલિયાનાં સૌથી વધુ 9 વખત ટેસ્ટ મેચમાં હાર આપી છે. આ સાથે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ભારતની આ બીજી જીત છે.

બીજી ઈનીંગમાં ઝાહીર ખાન અને હરભજનસિંહે ત્રણ-ત્રણ વિકેટ જ્યારે અમિત મિશ્રા અને ઈશાંત શર્માએ બે-બે વિકેટો મેળવી હતી. જ્યારે 92 અને 68 રન બનાવનાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.