સચિન બન્યો રનનો બાદશાહ
ટેસ્ટ મેચમાં 12 હજાર રનનો રેકોર્ડ કર્યો
|
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે વધુ એક રેકોર્ડ પોતાને નામ કરી દેશનું નામ રોશન કર્યું છે. મોહાલી ખાતે રમાઇ રહેલી ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતાં સચિને આજે સૌથી વધુ રનનો લારાનો 11953 રનનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે સચિને 12 હજાર રન પૂરા કર્યા છે.
વિશ્વમાં પોતાના બેટીંગ કૌવતથી સૌને દંગ કરી દેનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરે આજે વધુ એક સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. મોહાલી ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સચિને આજે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. સચિને લારાના 11953 રનના જુમલાને વટાવી દીધો હતો. સચિનના આ રેકોર્ડને પગલે ક્રિકેટ રસિકોમાં એક અનોખો ઉત્સાહ પ્રસરી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલીયા સામે રમાઇ રહેલી પ્રથમ મેચમાં આ રેકોર્ડ તોડવામા સચિન માત્ર 15 રનથી પાછળ રહ્યો હતો. પણ મોહાલી ટેસ્ટમાં સચિને તેનો ચાહકોને નિરાશ કર્યા નહતાં. તેણે શાંતિથી શરૂઆત કરીને રેકોર્ડને તોડ્યો હતો. આ સાથે સચિને દેશને દિવાળીની ભેટ આપી હતી.
