સંબંધિત સમાચાર
- Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા
- Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026
- સાપ્તાહિક રાશિફળ- 15 જૂન થી 21 જૂન સુધી આ રાશિઓને મળશે લાભ
- Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે
- TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી: હિન્દુ નામ ધારણ કરી વિધવા અને અસહાય મહિલાઓને છેતરતો નકલી એન્જીનીયર પકડાયો
love jihad
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતા ગુનેગારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. એક પીડિત મહિલાની ફરિયાદ બાદ સમગ્ર કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનો દ્વારા આ સમગ્ર મામલો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે.
'આદિત્ય પટેલ' નામે મેટ્રિમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઈલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર 'આદિત્ય પટેલ' નામે નકલી પ્રોફાઈલ બનાવીને સક્રિય હતો. તે પોતે આઇટી એન્જીનીયર હોવાની ખોટી ઓળખ આપતો હતો. આ આરોપી પોતે પરણિત હોવા છતાં, મહિલાઓને જાળમાં ફસાવવા માટે પોતાને વિધુર (જેમની પત્ની અવસાન પામી હોય) અને નિઃસંતાન ગણાવતો હતો.
વિશ્વાસ જીતવા નકલી સરકારી દસ્તાવેજોનો ઉપયોગ
મહિલાઓનો ભરોસો અને વિશ્વાસ જીતવા માટે આરોપી કરીમ સિપાઈ અત્યંત શાતિર આયોજન કરતો હતો. તે પોતાના 'આદિત્ય પટેલ' નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ અને પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો (ડેથ સર્ટિફિકેટ) બનાવીને મહિલાઓને મોકલી આપતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
મોબાઈલમાંથી 20 યુવતીઓના 8000 વાંધાજનક વીડિયો મળ્યા
હિન્દુ સંગઠનોના દાવા અને તપાસ મુજબ, પકડાયેલા આરોપી કરીમના મોબાઈલ ફોનમાંથી ચોંકાવનારી સામગ્રી મળી આવી છે. તેના ફોનમાંથી અંદાજિત 20 અલગ-અલગ યુવતીઓના નામ ધરાવતા ફોલ્ડર મળી આવ્યા હતા. આ ફોલ્ડર્સની અંદર અંદાજે 8000 થી વધુ આપત્તિજનક તસવીરો અને વીડિયો સંગ્રહિત કરાયેલા હતા, જે યુવતીઓને બ્લેકમેલ કરવા કે અન્ય ગુનાહિત હેતુ માટે હોઈ શકે છે.
ટ્રુકોલર (Truecaller) એપના લીધે ફૂટ્યો ભાંડો
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એક પીડિત વિધવા મહિલાની સતર્કતાને કારણે થયો હતો. મોબાઈલ સ્ક્રીન પર ટ્રુકોલર ટેબ ક્લોઝ કરતી વખતે અચાનક આરોપીનું સાચું નામ ડિસ્પ્લે થઈ ગયું હતું. આ જોઈ મહિલાને શંકા ગઈ અને તેણે આરોપીએ આપેલા સરનામે તપાસ કરાવી, જે ખોટું નીકળ્યું હતું. ત્યારબાદ મહિલાએ હિન્દુ સંગઠનનો સંપર્ક કર્યો અને ક્રાઈમ બ્રાંચે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી.
