1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. father arrested minor daughter rape

Porbandar Crime : સગીર દીકરી પર લાલચ-ધમકી આપી 6 વર્ષ આચર્યું દુષ્કર્મ, આરોપી પિતા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

rape
પોરબંદર નજીકના એક ગામમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં પોતાની જ સગીર દીકરી પર આશરે છ વર્ષ સુધી સતત દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપ સાથે કળિયુગી પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. આ રોપીએ દીકરીને પરિવારના સભ્યોના સોગંદ આપી અને ધમકાવીને આ અત્યાચાર ગુજાર્યો હતો. મામલો સામે આવતા જ પોલીસે આરોપી સામે બળાત્કાર અને પોક્સો (POCSO) સહિતની અતિ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.
 

મુંબઈથી આરોપીની ધરપકડ અને 'ગુજસીટોક' હેઠળ કડક કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મુંબઈમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસની ટીમે દરોડો પાડીને તેની મુંબઈથી ધરપકડ કરી લીધી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને એક ગેંગ લીડર તરીકે ઓળખાતો હતો, જેથી પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરતા 'ગુજસીટોક' (GCTOC) કાયદા હેઠળ પણ ગુનો ઉમેર્યો છે.
 
આરોપીને જેલહવાલે કરાયો: અન્ય સંડોવણી અંગે પોલીસ તપાસ શરૂ
ધરપકડ બાદ આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં કાયદાકીય સકંજો મજબૂત કરવા માટે પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આ સમગ્ર ઘટનાક્રમમાં કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં અન્ય કોઈ વ્યક્તિની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે.
આગળનો લેખ
3 કલાકમાં રોકાણકારોના ડૂબી ગયા 8 લાખ કરોડ.... સેંસેક્સ 800 અંક તૂટ્યો, શેરબજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર ?