ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (06:32 IST)

ઘરકંકાસે લીધો 3 માસુમનો ભોગ, વહેમીલા પતિએ પોતાના જ બાળકોની કરી હત્યા

મેઘરજ તાલુકામાં એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા વહેમીલા હેવાન પતિએ તેની પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો,  જેથી હાલ પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ બાદ પતિએ પોતાના જ ત્રણ બાળકોને ડેમમાં નાખીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હત્યાનું કારણ અત્યંત આઘાતજનક છે અને અંધશ્રધ્ધા સાથે જોડાયેલું છે. ત્રણ બાળકોના હત્યારા પિતાને પોતાની પત્નિ ડાકણ હોવાની શંકા હતી તેથી તેણે ત્રણેય સંતાનોની હત્યા કરી દીધી હતી. એ પછી તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી લેવાયો છે.
 
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ તેમજ મેઘરજ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકો કોના છે અને કોણે તેઓને અહી ફેંક્યા તે જાણવામાં પોલીસે તપાસ ચાલુ કરી હતી. આ સાથે નજીકના વૃક્ષ પરથી એક પુરુષની લટકતી લાશ મળી આવી હતી. આ મૃતક બાળકોમાં બે દીકરીઓ અને એક દીકરો છે.પોલીસે તપાસ કરતાં મળી આવેલી 3 બાળકોની લાશોની ઓળખ થઈ હતી અને મૃતક બાળકો સગાં ભાઈ બહેન હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકોની ઓળખ 9 વર્ષીય જિનલબેન,7 વર્ષીય હાર્દીક અને 2 વર્ષીય સોનલ તરીકે થઈ હતી.
 
જેથી સસરાએ પોતાના જમાઈ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.  આ કેસમાં ઇસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.