મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (20:23 IST)

અમદાવાદમાં કાર ચાલકને રસ્તામાં ઊભો રાખી બાઈક સવાર 70 હજાર ભરેલી બેગ ચોરી ગયા

અમદાવાદમાં કાર ચાલકને રસ્તામાં રોકીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઇસનપુરમાં રસ્તે જતા ચાલકને તમારી કારમાંથી ઓઈલ ટપકે છે કહીને બે બાઈક ચાલકે અટકાવ્યા હતા. આ બાદ જ્યારે ચાલક લીકેજ ચેક કરવા ગયો તો આ શખ્શો તેની નજર ચૂકવીને કારમાંથી 70 હજાર ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. ઇસનપુર પોલીસની ગિરફતમાં રહેલા આ શખ્સનું નામ છે શિવા ઉર્ફે રાજુ ગાયકવાડ. જેને પોલીસે કાર ચાલકોની નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. બે દિવસ પહેલા ઇસનપુર પોલીસ સ્ટેશન એક વ્યક્તિએ ફરિયાદ કરી કે તે મોની હોટેલ પાસે કાર લઈને પાસે થતો હતો ત્યારે બે બાઈક સવાર તેની પાસે આવ્યા અને કારમાંથી ઓઇલ લીકેજ થાય છે તેમ કહી કાર ને રોકી. જ્યારે કાર ચાલકે કાર રોકીને ઓઇલ લીકેજ જોવા ગયો ત્યારે બંને શખ્સોમાંથી એક શખ્સ કારમાં 70 હજાર ભરેલી બેગ ચોરી કરી ફરાર થઇ ગયો. કાર ચાલકને તેનો ખ્યાલ આવે તે પહેલાં શખ્સો ફરાર થઇ ગયા. જે મામલે ભોગ બનનારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ એક શખ્સને ઝડપી ગેંગનો પર્દાફાશ કરી દીધો. પોલીસ ફરિયાદ મળતા ઇસનપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં ઘટના સ્થળ અને આસપાસના CCTV તેમજ અન્ય સૂત્રો મારફતે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી. જે આરોપી પકડાયા બાદ સામે આવ્યું કે, આરોપી મહારાષ્ટ્રનો છે જેનું નામ શિવા ઉર્ફે રાજુ ગાયકવાડ છે. જેને ચોરી કરવા માટે 10 હજાર આપવાનું નક્કી કરાયું હતું. જે શખ્સ આ પ્રકારની ગેંગ સાથે સંકળાયેલો હોવાથી ચોર ગેંગે તેનો સંપર્ક કર્યો હતો. અને તેને ચોરીની ઘટનામાં સામેલ કર્યો હતો. જોકે પોલીસની આગળ આ ગેંગની વધુ ન ચાલી અને ગેંગનો એક શખ્સ ઝડપાઇ ગયો. તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ શખ્સ અને ટોળકી આ પ્રકારની ચોરી કરવાની ટેવ વાળા છે. એક સપ્તાહમાં ઇસનપુર પહેલા વસ્ત્રાલમાં માધવની પોળ પાસે આવો જ બનાવ બન્યો હતો. જેથી પોલીસને આશંકા છે કે તેમાં પણ આ ટોળકીની સંડોવણી હોઈ શકે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ગેંગના મુખ્ય સૂત્રધારને પણ પોલીસ શોધી રહી છે. જેથી શહેરમાં આવી ઘટના ન બને. ત્યારે એ પણ જરૂરી છે કે લોકો પણ આ પ્રકારની ઘટનાઓથી જાગૃત બને જેથી તેઓ ચોરીની ઘટનાનો ભોગ ન બને અને આવી ગેંગ ઝડપી પકડાઈ શકે.