1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Law Student Murder and Suicide CCTV

Video: લૉ સ્ટુડેંટએ ક્લાસમેટને મારી ગોળી, બીજી જ ક્ષણે પોતે પણ કરી લીધુ સુસાઈડ, ક્લાસમાંથી ભાગ્યા વિદ્યાર્થીઓ

Law Student Murder
Law Student Murder

પંજાબના તરનતારનમાં, એક કાયદાના વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી વીડિયોમાં છોકરો બે છોકરીઓને બોલાવીને છેલ્લી બેન્ચ પર લાવે છે. તે તેમની સાથે કંઈક વાત કરે છે, અને વાત પુરી કરીને બંને છોકરીઓ ત્યાથી જવા માંડે છે.  આ દરમિયાન, છોકરો તેની બેગમાંથી પિસ્તોલ કાઢે છે અને એક છોકરીને ગોળી મારે છે. બીજી જ ક્ષણે, તે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરે છે.


યુવકે પહેલા યુવતીના માથા પર તાકીને ગોળી મારી અને પછી પોતાના કાનપટ્ટી પર ગોળી મારી દીધી. આ બંને વચ્ચે હાજર ત્રીજી છોકરી કશુ સમજી શકે તે પહેલા જ બે જીવ જઈ ચુક્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પહેલા ભાગવાનો પ્રયાસ કરે છે પછી પોતાના બહેનપણીને બચાવવા માટે આવે છે પણ તેની બહેનપણી બેંચ પર પડી ચુકી છે. આવામાં તે તેને છોડીને ભાગી જાય છે.   
 
ક્લાસમાં મચી નાસભાગ 
 
ક્લાસની અંદર જેવી જ બે વાર ગોળી ચાલવાનો અવાજ આવે છે એવી જ ભગદડ મચી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ઘટનાસ્થળ પર આ જોવા માટે આવે છે કે અવાજ ક્યાથી આવ્યો પણ જેવી જ તેણે પિસ્તોલ અને બ્લડ દેખાય છે તો તે પણ ચીસો પાડતી ભાગી જાય છે.  ક્લાસના અન્ય બાળકો ગોળીનો અવાજ સાંભળતા પોતાના સામાન છોડીને બહાર ભાગી જાય છે.  
 
પોલીસની તપાસ શરૂ 
મૃતક યુવતીની ઓળખ સંદીપ કૌરના રૂપમાં થઈ છે. તે નૌશહરા પન્નુઆની રહેનારી હતી. બીજી બાજુ ગોળી ચલાવનાર છોકરાની ઓળખ મલ્લિયા ગામના રહેનારા પ્રિંસ રાજ ના રૂપમાં થઈ છે. હત્યાનુ કારણ અત્યાર સુધી સામે આવ્યુ નથી. પોલીસ ઘટના પર પહોચીને તપાસ શરૂ કરી દીધી છે. ઘટના ઉસમા ગામના લૉ કોલેજમાં બીજા સેમેસ્ટરના બી સેક્શનમાં થઈ. 
ये भी पढ़ें
દીયરના લગ્ન પહેલાં, તેની ભાભીએ કફન પસંદ કર્યું! તેના પતિનો સનસનાટીભર્યો ખુલાસો: "પત્ની તેના ભાઈના પ્રેમમાં પાગલ હતી."