શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જૂન 2022 (11:15 IST)

પિતાએ જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, ઇચ્છા થાય ત્યારે શારીરિક સંબંધ બાંધતો

crime news
ભાવનગરમાંથી એક સમાચારથી દિલ થંભી જાય એવી એક ઘટના સામે આવી છે. ભાવનગરમાં એક પિતા તેમની જ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. તેને જાહેર   ઇચ્છા થાય ત્યારે દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. 
 
શહેરના ચિત્રા વિસ્તારમાં સગીરવયની દિકરી સાથે તેણીના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો છે.
 
ચિત્રા વિસ્તારમાં શહેરની એક મહિલાએ ચાર વર્ષ પહેલાં રહેતા શખ્સ સાથે બીજા લગ્ન કર્યાં હતા અને તેની સાથે આંગળિયાતમાં 3 દિકરી અને 1 દિકરો એમ કુલ 4 બાળકો આંગળિયાતમાં લાવી હતી. ગત તા. 4/6ના વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તેના બીજા પતિએ તેની સગીરવયની દિકરીને તેના એકના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ છેલ્લા ચાર વર્ષમાં અવારનવાર તેની સાવકી દિકરી સાથે સંબંધ બાંધતો હતો. અંગે સગીરાની માતાએ કંટાળીને બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
 
દુષ્કર્મનો આરોપી બાપ હિરા ઘસવાનો વ્યવસાય હતો હતો અને આરોપીને કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું પણ તેના મગજની વિકૃતિના કારણે તેણે સાવકી દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું