શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (10:58 IST)

કોરોનામાં જે દવા માટે લોકો ફાંફા મારતા હતા, આજે તેની ૬૦ લાખ બોટલ એક્સપાઇર થઇ ગઇ

Remdesivir injection
પાછલા વર્ષે પોતાના સ્વજનોને કોરોનાથી બચાવવા માટે સગા-વહાલા રેમડેસિવિરના એક ડોઝ માટે કલાકો સુધી દવાની દુકાનોની બહાર લાઈનો લગાવી રહ્યા હતા. પરંતુ હવે એક વર્ષ પછી આજે રેમડેસિવિરના ૬૦ લાખ વાયલ (દવા ભરી હોય તે શીશી)ને નસ્ટ કરવા માટે લાઈન લગાવવામાં આવી છે, કારણ કે તે એક્સપાયર ડેટ થઈ ગઈ છે. આ સાથે જે રેમડેસિવિરનો સ્ટોક ફાર્મા કંપનીઓએ ડીસીજીઆઈ (ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા)ને સ્ટેબિલિટી ડેટા માટે જમા કરાવી હતી, તે પણ આગામી વર્ષે એક્સપાયર ડેટ થઈ જશે.
 
આમ જે દવા માટે કાળા બજારી થતી હતી અને છેતરપિંડીના પણ કિસ્સા બનતા હતા તે જ રેમડેસિવિર હવે તેની એક્સપાયરી ડેટ આવી જતા નકામી બની ગઈ છે.
છ કુલ મળીને જે રેમડેસિવિર દવાની શીશીઓ એક્સપાયર ડેટ પર પહોંચી ગઈ છે તેની કિંમત ૬૦૦ કરોડ રૂપિયા થયા છે, રેમડેસિવિર એપીઆઈએસ (એક્ટિવફામાર્સ્યિ્ટકલઈંગ્લિડેન્ટ્‌સ)ની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા થાય છે અને અન્ય કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓનો હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી- માટે આ દવાઓના ભવિષ્ય પર પણ કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે.
 
મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન ધર્મેન્દ્ર શાહ જણાવે છે કે, માર્ચ ૨૦૨૦માં કેટલીક જ કંપનીઓએ રેમડેસિવિર બનાવી હતી. પાછલા વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિરની ઘણી માંગ હતી.
 
રેમડેસિવિરનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે કંપનીઓએ ઉત્પાદન વધાર્યું હતું. આ મામલે તેમણે આગળ જણાવ્યું કે, એક અનુમાન પ્રમાણે હાલ કંપનીઓ અને સરકાર પાસે રેમડેસિવિરની ૬૦ લાખ શીશીઓ પડી છે, જાેકે, સૌભાગ્ય એ છે કે હાલ તે દવાઓની જરુર નથી, કારણ કે કોરોના કાબૂમાં છે.
 
દેશમાં રૂપિયા ૮૦૦-૧૦૦૦માં વેચાતી રેમડેસિવિર દવાની હાલ જરુરી પડી રહી નથી, તેઓ કહે છે કે, આ દવાઓમાં રેમડેસિવિર, લિપોસોમલ એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન, બારિસિટિનિબ ટેબલેટ્‌સ, મોલનુપિરાવિર ટેબલેટ્‌સ અને ફાવિપિરાવિર ટેબલેટ્‌સનો સમાવેશ થાય છે. શાહ કહે છે કે ફાર્મા કંપનીઓએ આ નુકસાન ઉઠાવવું પડશે કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
 
ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (આડીએમએ) જણાવે છે કે, દેશમાં રસીકરણની અસર દેખાઈ રહી છે, અને બીજી લહેર જેવું ઘાતક અસર ભારતમાં ફરી જેવા મળી નથી. આ સિવાય દુનિયામાં પણ રેમડેસિવિરની કોઈ માંગ નથી, માટે જે કંપનીઓ કોરોનાની દવા બનાવે છે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.
 
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્‌સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલ જણાવે છે કે, પાછલા જુલાઈથી રેમડેસિવિરની કોઈ માંગ ઉભી થઈ નથી. આ સાથે મોટાભાગના કેમિસ્ટોએ પોતાનો સ્ટોક કંપનીમાં પરત મોકલાવી દીધો છે. બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, ડૉ. રેડીસ લેબોરેટ્રીસ, હેટેરો, જ્યુબિલન્ટ ફાર્મા, માયલન, સીનજીન અને ઝાયડસ લાઈફસાયન્સ જેવી કંપનીઓમાં ભારતમાં રેમડેસિવિર બનાવનારી ટોચની કંપનીઓ છે.