ભારતમાં ફરી ડરાવવા લાગ્યુ કોરોના 24 કલાકમાં 4200થી વધારે નવા કેસ આવ્યા સામે કેરળની સ્થિતિ સૌથી ખરાબ
ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,270 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે આ આંકડા પાછલા દિવસની સરખામણીમાં 7.8% વધુ હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ 4,31,76,817 કેસ નોંધાયા છે. કેરળની સ્થિતિ હાલમાં સૌથી ખરાબ છે. અહીં 24 કલાકમાં 1,465 નવા કેસની પુષ્ટિ થઈ છે.
સૌથી વધારે કેસ નોંધાયા શીર્ષ પાંચ રાજ્યોમાં કેરળમાં 1465 કેસ છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 1357 કેસ દિલ્હીમાં 405, કેસ કર્નાટકમાં 222 કેસ અને હરિયાણામાં 144 કેસ નોંધાયા છે.