સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (12:24 IST)

કોરોના વાયરસની ચપેટમાં ગાય અને કુતરા પણ આવ્યા, રિસર્ચમાં થયો ખુલાસો

શુ કોરોના વાયરસ જાનવરોમાં પણ ફેલાય શકે છે તો આનો જવાબ છે હા. છેલ્લા બે વર્ષમાં અનેક સમાચાર આવ્યા જે જાનવરોમાં કોરોના સંક્રમણ સંબંધિત હતા. પણ અનેક લોકોના મનમાં શંકા રહી છે કે શુ ખરેખર જાનવરોને પણ કોરોના 10 પોતાનો શિકાર બનાવી શકે છે. ગુજરાતમાં થયેલ એક રિસર્ચમાં જાણ હઈ છે કે આ ખતરનાક વાયરસ પશુઓને પણ સંક્રમિત કરી શકે છે.  રિસર્ચમાં ભેસ ગાય અને કૂતરાઓમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યોછે.  જો કે શોધમાં એ જાણ થઈ છે કે આ સંક્રમિત જાનવરોથી મનુષ્ય સુધી આ વાયરસ પહોંચવાનો ખતરો ઓછો છે. કારણ કે પશુઓમાં વાયરસનો લોડ ઓછો છે. 
 
કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના સંશોધકોએ રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી ઘોડાથી લઈને ગાય અને ભેંસ સુધીના નાક અને ગુદામાર્ગમાંથી નમૂના લીધા હતા. તેમાંથી 24 ટકા પ્રાણીઓ પોઝીટીવ જોવા મળ્યા હતા અને એક કૂતરામાં ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં એ વાત સામે આવી છે કે દૂધાળા જાનવર પણ આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. અગાઉના સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે બિલાડી, બીવર જેવા પ્રાણીઓને ચેપ લાગ્યો હતો.
 
આ રીતે થયુ રિસર્ચ 
આ સંશોધન ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું. સંશોધન ડેટા હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. તેમના સંશોધન માટે, સંશોધકોએ 195 કૂતરા, 64 ગાય, 42 ઘોડા, 41 બકરા, 39 ભેંસ, 19 ઘેટાં, 6 બિલાડીઓ, 6 ઊંટ અને 1 વાંદરો સહિત 413 પ્રાણીઓના નાક અથવા ગુદાના નમૂના લીધા હતા
 
આ સ્થળોએથી લેવામાં આવ્યા હતા સેમ્પલ 
અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણા જિલ્લામાંથી નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા સેમ્પલ માર્ચ 2022માં લેવામાં આવ્યા હતા. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે નાકના સેમ્પલ કરતા ગુદામાર્ગના સેમ્પલના પરિણામ વધુ સારા હતા. 67 કૂતરા, 15 ગાય અને 13 ભેંસ સહિત કુલ 95 પશુઓ પોઝીટીવ મળી આવ્યા હતા.
 
બિલાડી  વિશે માહિતી મળવાની બાકી  
આ સંશોધનનો ઉદ્દેશ્ય પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના વાયરસના ફેલાવાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો હતો કારણ કે કોવિડના બીજા તરંગમાં પ્રાણીઓને ચેપ લાગ્યો હતો. સંશોધન દર્શાવે છે કે આ વાઇરસ આ પ્રાણીઓમાં માણસોની નજીક હોવાને કારણે આવ્યો હતો, પરંતુ આને વિપરીત રીતે લાગુ કરી શકાતું નથી. જો કે, બિલાડીની પ્રજાતિઓ વિશે વધુ માહિતી એકત્રિત કરવાની જરૂર છે.