ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (13:24 IST)

Corona Update- ભારતમાં કોરોના વાઇરસના નવા કેસમાં ફરી વધારો જોવા મળ્યો

ભારતનું કોરોના અપડેટ - દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 187.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં સક્રિય કેસલોડ હાલમાં 13,433 છે. સક્રિય કેસ 0.03% છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 1,231 રિકવરીથી કુલ રિકવરીનો આંકડો વધીને 4,25,14,479 થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,380 નવા કેસ નોંધાયા છે. દૈનિક ચેપ દર (0.53%) છે. સાપ્તાહિક ચેપ દર (0.43%) છે.

 
 
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19ના 2380 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 13433 થઈ ગઈ છે. 18 માર્ચ, 2075 કેસ આવ્યા હતા. એટલે કે 34 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. 11 એપ્રિલથી ભારતમાં કોરોનાનો ગ્રાફ ફરીથી ઉપર તરફ ગયો છે અને દરરોજ કેસ વધી રહ્યા છે. 
આ મૃત્યુમાંથી 34 કેરળ, ત્રણ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને નાગાલૅન્ડમાં એક-એક મૃત્યુ નોંધાયાં છે.
 
ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 5.22 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.જેમાં સૌથી વધારે 1.47 લાખ મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયાં છે.