ધનતેરસ વિશેષ : અપનાવો સફળતાનો અચૂક ઉપાય

વેબ દુનિયા|
P.R
દરેક વ્યક્તિ જીવનમાં ઉન્નતિ ઈચ્છે છે. સફળતા અને પ્રતિષ્ઠા ઈચ્છે છે. પણ સમસ્ત પ્રતિભા હોવા છતા ઘણીવાર એ મુકામ પર નથી પહોંચી શકતા, જેના તેઓ હકદાર છે. આવા જ લોકો માટે અમે અહી કેટલાક સરળ ઉપાય બતાવી રહ્યા છે જેને ધનતેરસથી શરૂઆતમાં કરવામાં આવે તો સફળતાના દરવાજા ખુલી જાય છે.

સામગ્રી - દક્ષિણાવર્તી શંખ કેસર ગંગાજળનુ પાત્ર, ધૂપ, અગરબત્તી, દીપક, લાલ વસ્ત્ર.
વિધિ : તમારી સામે ધનવંતરી અને લક્ષ્મીજીના ફોટો મુકો અને સામે લાલ રંગનું કપડું બીછાવીને તેના પર દક્ષિણાવર્તી શંખ મુકી દો. તેના પર કેસરથી સ્વસ્તિક બનાવી લો અને કુમકુમથી તિલક કરી દો. પછી સ્વસ્તિકની માળાથી મંત્રની 7 માળાઓ જપો.

ત્રણ દિવસ સુધી આવુ કરવુ જોઈએ. આનાથી મંત્ર સાધના સિદ્ધ થઈ જાય છે. મંત્ર જપ પૂરા થયા પછી લાલ વસ્ત્રમાં શંખ બાંધીને ઘરમાં મુકી દો. કહેવાય છે કે જ્યા સુધી આ શંખ ઘરમાં રહેશે ત્યાં સુધી ઘરમાં સતત ઉન્નતિ થતી રહેશે.
મંત્ર : ૐ હ્મં હ્મીં હ્મીં મહાલક્ષ્મી ધનદા લક્ષ્મી કુબેરાય મમ ગૃહ: સ્થિરો હ્મી ૐ નમ:


આ પણ વાંચો :