શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (16:32 IST)

Diwali 2022- દિવાળીના દિવસે કરો સાવરણીના આ ઉપાય, મહાલક્ષ્મીની થશે કૃપા

Diwali 2022- દરેક કોઈને ધન- સંપત્તિ, એશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છા હોય છે. દરેક કોઈ તેમની -તેમની ક્ષમતા અને સામર્થ્યથી દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જે રીતે ઘરમાં સાવરણીના પ્રયોગથી તમારા ઘર સાગ અને પૉઝિટિવ બને છે. તેમજ સાવરણીને જો વાસ્તુ અને જ્યોતિષના નજરથી પ્રયોગ કરીએ તો જીવનમાં નેગેટિવિટી અને દરિદ્રતા પણ દૂર થાય છે. દિવાળીની મહારાત્રિ અમાસની રાત હોય છે. આ દિવસે મહાલક્ષ્મીના કારક સાવરણીને ઘરમાં લાવવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સંપનન્નતાનો વાસ થાય છે. સાવરણી શીતળા માતાના હાથમાં પણ રહે છે. શીતળા મા અમે નિરોગી અને ઉત્તમ શરીર આપે છે. 
 
આ રીતે કરવી પૂજા 
તમે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને ઘરે લાવો અને બીજા દિવસે દિવાળીની સવારે નહાઈ ધોઈને આરતી પછી સાવરણી પર લાલ નાડાછડી અને કંકુ લગાવો. તે પછી સાવરણીનુ પ્રયોગ તે સ્થાન પર કરવુ જ્યાં તમે સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરશો. ઝાડૂ અગાવીને તે સ્થાન પર ગંગાજળ છાંટવુ. આવુ કરવાથી આ સ્થાન મહાલક્ષ્મી પૂજા માટે એકદમ શુદ્ધ ગણાય છે. જ્યારે તમે સાંએ મહાલક્ષ્મીની પૂજા કરશો તો તે સમય તમારા જમણા હાથની બાજુ સાવરણી મૂકી દો અને પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી મારા ઘરમાં સુખ-સમૃદ્ધિ હમેશા રહે. 
 
ત્રણ સાવરણી દાન કરવી 
દિવાળીના દિવસે તમે 3 સાવરણી દાન કરવી. આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં ધન તો આવશે સાથે જ સુખ, શાંતિ અને સકારાત્મક આભા પણ સર્જાશે. જે રીતે તમે રૂપિયા પૈસા તિજોરી કે લોકરમાં સાચવીને રાખો છો. તેમજ મહાલક્ષ્મીના કારણ ઝાડૂને પણ એક નક્કી જગ્યા પર છુપાવીને રાખવી. જે વસ્તુઓથી માતા લક્ષ્મી ખુશ થાય છે. તે વસ્તુઓને છુપાવીને રાખવુ જ્યોતિષ અને વાસ્તુનો પ્રથમ નિયમ છે. 
 
ઘરથી દૂર થશે નેગેટિવિટી 
જે વસ્તુઓ શ્રેષ્ઠતા લાવે છે. યે વસ્તુઓ માતા લક્ષ્મીનો જ અંશ છે. જેને પ્રયોગમાં લાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દિવાળીના દિવસે જો તમે આ સાવરણીનો ઉપયોગ કરશો તો તેની અસર જોવા મળશે. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા ઘરથી નકારાત્મકતા દૂર થશે.