ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (17:37 IST)

કેવી રીતે લક્ષ્મીને પ્રસન્ન કરીને ઘરે લાવશો ..

* જે લોકો ધનનો સંચય વધારવા ઈચ્છે છે તેમને તિજોરીમાં લાલ કપડું પાથરવું જોઈએ. એના પ્રભાવથી ધનનો સંચય વધે છે. મહાલક્ષ્મીનો એવા ફોટા રાખો ,જેમાં લક્ષ્મીજી બેસેલી દેખાય. . 
 
* ઉપાય મુજબ દીવાળીના દિવસે 3 અભિમંત્રિત ગોમતી ચક્ર ,3 પીળી કોડિયો અને 3 હળદરની ગાંઠને એક પીળા કાપડમાં બાંધી લક્ષ્મી પૂજામાં મુકો. પછી તે પોટલીને તિજોરીમાં મુકો  ધન લાભના યોગ બનવા લાગશે. 
 
* જો ધન સંબંધી મુશ્કેલીઓનો  સામનો કરો છો તો કોઈ પણ શ્રેષ્ઠ મૂહૂર્તમાં હનુમાનજીનો આ ઉપાય કરો. 
ઉપાય મુજબ કોઈ પીપળના ઝાડનું એક પાંદડુ તોડી તેના પર કુમકુમ કે ચંદનથી શ્રીરામનું  નામ લખો. એના પછી પાંદડા પર મિઠાઈ મુકો અને આ હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી ધન લાભ ચોક્કસ થાય છે. 
 
*એક વાત વિશેષ ધ્યાન રાખો કે મહિનાની દરેક અમાસે પૂરા ઘરની સફાઈ કરવી જોઈએ. સાફ-સફાઈ પછી ઘરમાં ધૂપ દીપ ધ્યાન કરો . આથી ઘરનું વાતાવરણ પવિત્ર અને બરકત રહેનારુ કાયમ રહેશે. 
 
* અઠવાડિયામાં એક વાર કોઈ ગરીબ સુહાગન સ્ત્રીને સુહાગના સામાનનું દાન કરો. આ ઉપાયથી દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે અને ધન સંબંધી પરેશાનીયો દૂર થાય છે. ધ્યાન રાખો કે આ ઉપાય નિયમિત રૂપથી દરેક અઠવાડિયે કરવો જોઈએ. 
 
*પીપળના 11 પાંદડા તોડો તેના પર શ્રીરામ લખો . રામ નામ લખો.  લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકો છોૢ . આ કાર્ય પીપળના ઝાડ નીચે બેસીને કરો તો જલ્દી શુભ પરિણામ મળશે. રામ નામ લખ્યા પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પિત કરો. 

* કળયુગમાં હનુમાનજી શીઘ્ર પ્રસન્ન થતા દેવતા ગણ્યા  છે. એમની કૃપા મેળવવા માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો પીપળના ઝાડ નીચે બેસી હનુમાન ચાલીસનો પાઠ કરવામાં આવે તો આ ચમત્કારિક ફળ પ્રદાન કરે છે. 

* શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે પીપળના ઝાડનો ઉપાય રામબાણ છે. શનિની સાઢેસાતી અને ઢૈયાની ખરાબ અસર નષ્ટ કરવા માટે પીપળના ઝાડ પર જળ ચઢાવી સાત પરિક્ર્મા કરવી જોઈએ. આ ઉપરાંત સાંજના સમયે પીપળના ઝાડ નીચે દીપક લગાવવો જોઈએ. 

* દિવાળીના દીવસથી એક નિયમ કરી લો કે તમારા ઘરમાં જ્યારે પણ રસોઈ બને તેમાંથી પ્રથમ રોટલી ગાયને ખવડાવો. 
 
* શાસ્ત્રો મુજબ  પીપળનો છોડ લગાવતા માણસને જીવનમાં કોઈ દુખ નથી સતાવતું. તે માણસને ક્યારે પણ પૈસાની અછત નથી રહેતી. પીપળનો છોડ લગાવ્યા પછી તેને નિયમિત રૂપથી જળ અર્પિત કરવુ જોઈએ. જેમ જેમ આ ઝાડ વધશે તમારા ઘર્-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે,ધન વધશે પીપળનું ઝાડ મોટો થયા પછી તેનું પૂર્ણ ધ્યાન રાખવુ જોઈએ ત્યારે આશ્ચર્યજનક લાભ મળશે. 
 
* દિવાળી પર પૂજન કરવા માટે સ્થિર લગ્ન શ્રેષ્ઠ ગણાય છે. આ લગ્નમાં પૂજા કરવાથી મહાલ્ક્ષ્મી સ્થાઈ રૂપથી ઘરમાં નિવાસ કરે છે. 
 
* પૂજામાં લક્ષ્મીયંત્ર ,કુબેરયંત્ર અને શ્રીયંત્ર રાખવુ જોઈએ. જો સ્ફટિકનું  શ્રીયંત્ર હોય તો સર્વશ્રેષ્ઠ રહે છે. એકાક્ષી નાળિયેર ,દક્ષિણાવર્ત શંખ ,હત્થાજોડીની પણ પૂજા કરવી જોઈએ. 
 
* દિવાળી પર શ્રીસૂક્ત અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. રામરક્ષા સ્ત્રોત કે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે. 
 
* મહાલક્ષ્મીને તુલસીના પાંદડા અર્પિત કરવા જોઈએ. લક્ષ્મી પૂજામાં દીપક જમણી બાજુ  ,અગરબતી ડાબી બાજુ પુષ્પ સામે અને નેવેદ્યની થાળી દક્ષિણમાં રાખવી શ્રેષ્ઠ રહે છે. 
 
* દિવાળી પર લક્ષ્મી પૂજા પછી બધા રૂમમાં શંખ અને ઘંટડી વગાડવી જોઈએ. તેથી ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા બહાર્  ચાલી જાય છે અને માં લક્ષ્મી ઘરમાં આવે છે. 
 
* ક્યારે પણ કોઈ વૃદ્ધ માણસનું  અપમાન ન કરવુ જોઈએ અને દિવાળીના દીવસે વિશેષ રૂપથી તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ. આવું કરવાથી મૉટી-મોટી મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
દિવાળીના દિવસથી નિયમ બનાવી લો કે સવારે ઉઠો તો ઉઠતા જ તમારી બન્ને હાથની હથેળીનો દર્શન કરશો.