કાળી ચૌદસ 2018 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા દિવસે નાની દિવાળી ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી કે યમ દિવાળી પણ કહેવાય છે. યમ દિવાળી જ આખા વર્ષમાં એક એવો દિવસ છે જ્યારે યમરાજને દિવો બતાવવામાં આવે છે.
નરક ચતુર્દશીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તેલ લગાવીને ચિચડીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી નરકથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મોતથી મુક્તિ મળે છે.
આ દિવસે ઘરની મહિલાઓ દરિદ્રતા જા લક્ષ્મી આવ.. કહીને ગંદગી ઘરની બહાર કાઢે છે. આ નાની દિવાળીએ દરિદ્રતાને ભગાવવા અને લક્ષ્મીને આવવાનો સમય મતલબ શુભ મુહૂર્ત સાંજે 5:20 થી 6:00 સુધી છે. આ શુભ મુહૂર્તમાં યમ દેવતાને દીપ દાન કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીનુ આગમન થાય છે.
કાળી ચૌદસ પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ
આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે
આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને ન્હાવાથી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો.