શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (13:15 IST)

તૌકીર દોષી હોય તો ફાંસી આપો-માતા

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે થયેલા બોમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ ગણાતાં તૌકીરનાં પરિવારજનોએ ઘટનાને વખોડ઼ી કાઢતાં જણાવ્યું હતું કે જે કોઈપણ લોકોએ વિસ્ફોટમાં ભાગ ભજવ્યો છે, તેઓ સાચા મુસલમાન નથી

તૌકીરની માતા ઝુબેદા કુરેશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે તપાસ ખોટી દિશામાં જઈ રહી છે. તેમજ જ્યાં સુધી તૌકીર ગુનેગાર સાબિત ન થાય,ત્યાં સુધી તેને ગુનેગાર ન ચીતરવા મીડિયાને અપીલ કરી હતી. પોતાનાં પુત્રનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મારો પુત્ર કોઈપણ રીતે બ્લાસ્ટમાં સંડોવાયેલો નથી.

અમારૂ બાળક એક સન્માનિત પરિવારમાંથી આવે છે. અમે તેને સારાં સંસ્કાર આપ્યા છે. મારો પુત્ર ક્યારેય આવું ન કરી શકે. જો મારા પુત્રની સંડોવણી સાબિત થાય તો તેને ફાંસીની સજા આપજો.