સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. દિલિપકુમાર
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (09:06 IST)

Dilip Kumar Passes Away: અભિનેતા અને ટ્રેઝેડી કિંગ દિલીપ કુમારનુ 98 વર્ષની વયે નિધન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું બુધવારે સવારે (7 જુલાઈ) સવારે નિધન થયું હતું. 98 વર્ષિય દિલીપકુમાર લાંબા સમયથી બીમારીમાં હતા. તેમને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના મૃત્યુના સમાચાર આવ્યા. દિલીપ કુમારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમનું નિધનના સમાચાર આપવામાં આવ્યા છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો અને તેમના ફેંસ તેમને  સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 
શ્વાસની તકલીફ થવાને કારણે દાખલ કરવામાં આવ્યા 
 
એએનઆઈના અહેવાલ મુજબ તેમની સારવાર કરતા પલ્મોનોલોજિસ્ટ ડો. જલીલ પાર્કરે પણ આ સમાચાર આપ્યા છે. દિલીપકુમારને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની તબિયત લથડ્યા પછી તેમના પત્ની સાયરા બાનુ સોશિયલ મીડિયા દ્વારા સતત અપડેટ આપી રહ્યા હતા.   દિલીપકુમારને 6 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ હતી  રિપોર્ટ્સ હતી કે તેમના ફેફ્સામાં ફ્લુઈડ એકત્ર થઈ ગયુ હતુ જેના ટ્રીટમેંટ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 29 જૂને, થોડી સમસ્યા થતા તેમને  ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક હેલ્થ અપડેટ આપવામાં આવ્યું હતું  જેમાં સ્થિતિ સુધરતી હોવાનું જણાવાયું. આ સાથે જ સાયરા બાનુએ મીડિયાને એમ પણ કહ્યું હતું કે તે જલ્દીથી તેમને ઘરે લઈ જશે. પરંતુ આ વખતે ફેંસ અને નિકટના  લોકોની લાખો પ્રાર્થના બાદ પણ દિલીપ સાહેબ આ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા