તહેવારોની શોખીન મહિલાઓ

W.DW.D

હમણાં તો તહેવારો પર તહેવારો આવી રહ્યાં છે. પહેલા નવરાત્રી, દશેરા અને ત્યાર બાદ દિવાળી. આ જ તે સમય છે કે જ્યારે મહિલાઓ જણાવી દે છે કે તેઓમાં કેટલો ઉત્સાહ છે તહેવારો ઉજવવાનો. આમ પણ સ્ત્રીઓને પોષણકર્તા માનવામાં આવે છે અને તેઓ સંસ્કૃતિના પોષણમાં પણ સહાયક છે.

સ્ત્રીઓ માને છે કે તેમના બાળકો તેમને તહેવાર ઉજવતાં જોશે તો તેમના પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે માન જાગશે અને તહેવારોનું મહ્ત્વ સમજાશે. તન અને મનથી પરંપરાઓમાં સમર્પિત મહિલાઓ તહેવારોના સમયે તો આખા પરિવારની જવાબદારી ઉઠાવવામાં હંમેશા આગળ રહે છે. બજારથી શું શું ખરીદી કરવામાં આવશે, તે કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે ઘરને શણગારવામાં આવશે તે બધી જ બાબતો તેને પુછીને કરવામાં આવે છે.

મહિલાઓની છબી પરંપરા અને સંસ્કૃતિના પોષક તરીકેની છે. આ ઉપરાંત જો આધુનિક સ્ત્રીને જોઈએ તો તે તહેવારોને આનંદનું માધ્યમ માને છે. નવું નવું કંઈક કરવું અને જીવનની એકરસતાને તોડવી એ જ તેમના માટે તહેવારોનું પર્યાય છે. આ જ તે સમય હોય છે જ્યારે તે પોતાન પર ધ્યાન આપી શકે છે. એટલે કે તે પોતાન માટે ઘરેણાં અને અન્ય વસ્તુઓની ખરીદી કરી શકે છે.

ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે કિંમતી ઘરેણા તેમની ખુશી માટે જ નહી પરંતુ એટલા માટે ખરીદવામાં આવે છે કે તે સંપત્તિનો એક ભાગ ગણાય છે અને તહેવાર પર સંપત્તિમાં વધારો કરવો એ શુભ માનવામાં આવે છે. એટલા માટે તો બજારમાં તહેવારોના સમયે નવી નવી ઓફરો આવે છે. દરેક દુકાનદાર ઇચ્છે છે કે આ સમયે મહિલાઓ તેમની પાસેથી જ ખરીદી કરે.

મહિલા ભલેને ગમે તેટલા ઊંચા હોદ્દા પર કેમ ન હોય પરંતુ તેને ઉત્સવ ખુબ જ પસંદ હોય છે, કેમકે તેમનો સ્વભાવ જ હંમેશા પરિવાર તરફ નમવાનો હોય છે. મહિલા ભલેને ગમે તેટલી મોટી કોર્પોરેટ કેમ ન હોય પરંતુ તે હંમેશા પોતાના પરિવાર સાથે જોડાઈને ચાલે છે. જ્યારે પુરૂષ તેના કેરીયરને વધું મહત્વ આપે છે. અને આ વાત ફક્ત ભારત માટે જ નહી પરંતુ આખા વિશ્વ માટે સનાતન સત્ય છે.

પારૂલ ચૌધરી|
મહિલા ભલેને ગૃહીણી હોય કે નોકરી કરતી હોય તેને દિવાળીનો તહેવાર ખુબ જ પસંદ હોય છે. તે ગમે તેટલી વ્યસ્ત હોય છતાં પણ આ તહેવારને ખુબ જ ઉત્સાહપુર્વક ઉજવે છે. આ તેમના કુશળ પ્રબંધકનો પણ પરિચય છે. ઘર માટે નવી નવી મીઠાઈ બનાવવી, રંગોળી પુરવી, તોરણ લગાવવાં વગેરે કામો તેમના પર થોપવામાં નથી આવતાં પરંતુ તેઓ આને ખુશી ખુશી કરે છે. મહિલા ભલે ગૃહીણી હોય કે કામકાજ કરતી હોય તેને તહેવારો ઉજાવાનો ઉત્સાહ હંમેશા રહેલો છે અને આગળ પણ રહેશે.


આ પણ વાંચો :