શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By વેબ દુનિયા|

રાશીને અનુરૂપ લક્ષ્મી પુજન કરો

W.DW.D

કોઇ પણ વ્યક્તિ જો પોતની રાશીને અનુકૂળ મંત્રનો જાપ કરે તો લાભકારી થાય છે. આ મંત્રોનું કોઇ ખાસ વિધાન નથી પરંતુ સામાન્ય સહજ ભાવથી સ્નાન કર્યા બાદ પોતાના પૂજા રૂમમાં કે પછી પોતાના ઘરમાં શુધ્ધ સ્થાનની પસંદગી કરો. ત્યાર બાદ દિવ અને અગરબત્તી કરીને આસન પર બેસો અને ત્યાર બાદ પોતાની શક્તિને અનુરૂપ એક, ત્રણ કે પાંચ માળાનો જાપ કરો. ચોક્કસ આનુ પરિણામ તમને મળશે જેનાથી તમારા યશ, ધન અને સમૃધ્ધિમાં વધારો થશે.

રાશિ - લક્ષ્મી મંત્ર

મેષ - ૐ એમ ક્લીં સૌં:
વૃષભ - ૐ એમ ક્લીં શ્રીં
મિથુન - ૐ ક્લીં એમ સૌં:
કર્ક - ૐ એમ ક્લીં શ્રીં
સિંહ - ૐ હ્વીં શ્રીં સૌં:
કન્યા - ૐ શ્રીં એમ સૌ:
તુલા - ૐ હ્વીં ક્લીં શ્રીં
વૃશ્ચીક - ૐ એમ ક્લીં સૌં:
ધનુ - ૐ હ્વીં ક્લીં સૌં:
મકર - ૐ એમ ક્લીં હ્વીં શ્રીં સૌં:
કુંભ - ૐ હ્વીં એમ ક્લીં શ્રીં
મીન - ૐ હ્વીં ક્લીં સૌં:

આ સિવાય લક્ષ્મીજીનું વિધિવત પુજન પણ કરો

ધનતેરસના દિવસે પરંપરા મુજબ સવારે અથવા સાંજે લક્ષ્મીજીનું વિધિવત પુજન કરવું. દર વર્ષે તમે જે સોના-ચાંદીના સિક્કા, શ્રીયંત્ર, મૂર્તિની પુજા કરતાં હોય તેને પુજા કરવી. શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક માતાજીની પુજા કરી વિશેષ આરાધના સ્વરૂપે નીચે આપેલ મંત્રોનું ઉચ્ચારણ કરવું.

* ઓમ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ:
* ઓમ હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મ્યૈ નમ:
* ઓમ હ્રીં ક્લીં શ્રીં ભગવતી મહાલક્ષ્મી મમ સર્વ વાંચ્છીત દેહિ દેહિ સ્વાહા.