શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By પારૂલ ચૌધરી|

તમારી દિવાળી યાદગાર બનાવો

NDN.D

દિવાળી અજવાળાની સાથે સાથે આકર્ષક ગીફ્ટનો પણ તહેવાર છે. બાળકો આને ખુબ જ પસંદ કરે છે. દિવાળી વખતે ઘણી બધી ગીફ્ટ મળતી હોવાથી બાળકો તેના આવવાની ખુબ જ આતુરતાથી રાહ જુએ છે. મોટા લોકો પણ પહેલાથી જ આયોજન બનાવી રાખે છે કે બાળકોને શું ગીફ્ટ આપવી? કેમકે તેઓ નથી ઇચ્છતા કે દરેક વખતે તેઓ બાળકોને એક જેવી જ ગીફ્ટ આપે. એટલા માટે આની પહેલેથી જ તૈયારી કરી દે છે. આવા મહત્વના તહેવારોને યાદગાર બનાવવા માટે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તે વધુ યાદગાર બની જાય છે.

- તમે બાળકોને ગીફ્ટ આપો તે પહેલા નક્કી કરી લો કે ગીફ્ટ કેટલી ઉંમરના બાળક માટે ખરીદવાની છે.

- બાળકોની પસંદ અને નાપસંદનો ખાસ ખ્યાલ રાખો.

- તમે ગીફ્ટ એવી પસંદ કરો જેનાથી તમે જેને પણ આપો તેની દિવાળી ખુશ થઈ જાય.

- તમે બાળકોને ગીફ્ટ આપો તો તેઓ તાત્કાલીક ઉપયોગ કરી શકે તેવી ગીફ્ટ આપો.

- ગીફ્ટ હંમેશા બાળકોને ગમતી હોય તેવી જ આપો.

- તમે પોતાની ગીફ્ટની સાથે રમકડાં અને ચોકલેટ આપવાનું ભુલશો નહી.
W.DW.D

તમે બાળકોનું દિલ કેવી રીતે જીતી શકો?

- બાળકોને ફટાકડાનો ખુબ જ શોખ હોય છે એટલા માટે તમે તેમને સારી ક્વોલીટીના ફટાકડા પણ આપી શકો છો.

- તેમને ગમતી ડીવીડી કે પછી વીડિયો ગેમ પણ આપી શકો છો. પરંતુ તેમને આ આપતાં પહેલા તેમની પસંદ અને ના પસંદગીનો અવશ્ય ખ્યાલ રાખો.

- બાળકોને વીડીયો ગેમ્સનો ખુબ જ શોખ હોય છે તેથી તેમને આ ગીફ્ટ આપવી એ ખુબ જ સારો વિકલ્પ સાબિત થશે. પરંતુ હા હિંસક પ્રકારના વીડિયો ગેમ્સ ન આપો.

- ચોકલેટ પર તો બાળકો પાગલ થઈ જાય છે એટલા માટે તમે તેમને ચોકલેટ હૈમ્પર પણ આપી શકો છો.

- જો બાળકને નવી નવી વસ્તુ જાણવાનો શોખ હોય તો તમે તેને કોઇ સારા પુસ્તક પણ ભેટમાં આપી શકો છો.