શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By કલ્યાણી દેશમુખ|

દિવાળી પર પાર્ટીની તૈયારીઓ

W.DW.D

દિવાળીના તહેવારમાં તો કામ એટલા હોય છે કે ખરાં સમયે કશું સૂંઝતુ નથી. આ વખતે દિવાળી પર તમે ઈચ્છો છો કે દિવાળી પર ક્શું વ્યવસ્થિત થઈ જાય તો તે માટે તૈયારી શરૂ કરી દો. પાર્ટી તમારા મિત્રો માટે હોય કે આમંત્રિત મહેમાનો માટે પહેલાથી જો પ્લાનિંગ કરવામાં આવે તો સરળતા રહે છે.

દિવાળી જેવા પ્રસંગે પાર્ટી કરવાનો પણ આનંદ આવે છે. કારણકે બધાનું મન ઉલ્લાસથી ભરેલું હોય છે. દીવાળી પર પાર્ટી આપવાને બદલે એક દિવસ પહેલા કે એક દિવસ પછી જો પાર્ટી રાખવામાં આવે તો સારુ રહેશે. કારણકે દરેક વ્યક્તિ આ તહેવારને પોતાના ઘરે જ ઉજવવાનો પસંદ કરે છે. અને તે દિવસે પૂજા પણ કરે છે.

-સૌ પહેલા લિસ્ટ બનાવી લો :-
જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો પહેલાંથી જ મહેમાનોનું લિસ્ટ બનાવી સુરક્ષિત મુકી દો. જો કોમ્પ્યુટર ન હોય તો ડાયરીમાં લિસ્ટ બનાવી લો. જ્યારે ઘરના બધા લોકો ભેગા હોય ત્યારે આ લિસ્ટ બનાવો જેથી કરીને બધાના મહેમાનોના નામ આવી જાય. મહેમાનોમાં એવા લોકોને જરૂર બોલાવો જેમની જોડે તમારી ઓછી મુલાકાત થાય છે.

તારીખ નક્કી કરો -
પોતાના બધા મહેમાનોને પૂછીને જ તારીખ નક્કી કરો. એવું ન બને કે તમે કાર્યક્રમ બનાવી લો અને મહેમાન આવી જ ન શકે. ઘરમાં બધાને પૂછેને નિર્ણય લો.

રસોઈયાની વ્યવસ્થા -
જો તમે પોતે જ રસોઈ બનાવવાના હોય તો કોઈ વાંધો નહી પણ વધુ લોકોને બોલાવી રહ્યા હોય તો કેટરિંગની સેવા લેવી જ યોગ્ય રહેશે. તમને પણ તૈયાર થવાનો અને વાતો કરવાનો સમય મળવો જોઈએ. આવા સમયે કેટરર અને રસોઈયાઓ બહુ વ્યસ્ત થઈ જાય છે આથી તેમની જોડે પહેલાંથી જ વાત કરી રાખો. બની શકે ત્યાં સુધી પાર્ટી સીધી-સાદી રાખો અને ખાવામાં લાઈટ ફૂડ મૂકો. આમ પણ તહેવારોમાં લોકો હેવી ખાઈને કંટાળી જાય છે. પાર્ટી મોડા સુધી ચાલતી હોય છે આથી નાસ્તા જેવી વસ્તુ વધુ મૂકો.

મહેમાનોને ખાસ આગ્રહ રાખીને બોલાવશો તો તેઓ તમને કહેશે કે તેઓ આવી શકશે કે નહી. જેનાથી તમને પણ અંદાજ લાગી જશે કે કેટલા લોકો આવવાના છે.

ઘરની સજાવટ -
એકવાર રસોઈનું કામ સોપી દીધું કે તમે આરામથી ઘરને સજાવી શકો છો. ક્યાં દીવા લગાવવાના છે અને ક્યાં મીણબત્તી અને લાઈંટિંગ લગાવવાની છે. રંગોળી અને ફૂલ ક્યાં સજાવવાના છે. આ બધી વાતો પર ધ્યાન આપવાનો તમને સમય મળશે. આ માટે પહેલાથી જ ખરીદી કરી મુકો. પાછળથી બજારોમાં ખૂબ જ ભીડ થઈ જાય છે.

સંગીત -
પાર્ટીની શરૂઆતમાં થોડું હળવું સંગીત મુકો. જ્યારે બધા જોડે મળવાનું, વાતચીત થઈ જાય ત્યારે ખાવાનું રાખો. પછી ધમાકેદાર સંગીત જેના પર બધા ઝૂમી શકે.

તમારા કપડાં વગેરેતો તમે પહેલાંથી જ તૈયાર મુકશો. અને કેવી રીતે તૈયાર થવાનું છે એ પણ પહેલાંથી જ નક્કી કરી રાખો. બાળકોને પારંપારિક કપડાં પહેરાવો, પણ કપડાં સુવિધાજનક પણ હોવા જોઈએ. એવુ ન બને કે વારેઘડીએ તેઓ તમારી પાસે આવે. તો પછી તૈયાર થઈ જાવ શાનદાર દિવાળીની પાર્ટી માટે.