આસોના કૃષ્ણ પક્ષની તેરસ બુધવાર તારીખ 7-11-2007 ના દિવસે સવારે 6.43 થી 9.33 સુધી લાભ, અમૃત ચોઘડિયા 17.56 થી 12.22 સુધી શુભ ચોઘડિયા, બપોરે 3.12 થી સાંજે 6.02 સુધી ચર અને લાભ ચોઘડિયા રહેશે.
રાત્રે 7.37 થી 11.29 સુધી શુભ, અમૃત, ચલ ચોઘડિયા રહેશે. આમાં શુભ, અમૃત રાત્રે 7.37 થી 11.29 સુધી ચોપડા પૂજન માટે ખુબ જ સારૂ રહેશે. આ દિવસે વૈદ્ય, ચિકિત્સા જગતથી જોડાયેલ વ્યક્તિઓ ભગવાન ધન્વંતરિજીની પુજા કરે છે. ગાદી પાથરીને ભગનાવ ધન્વંતરિજીનો ફોટો, નામાના ચોપડા વગેરે મુકીને વિધિ પૂર્વક પુજા કરે છે. આ દિવસે પિત્તળના વાસણો, ચાંદીના વાસણો ખરીદવાનું શુભ માનવામાં આવે છે.